એસ્સારમાં 500 કામદારો પગાર વધારા મામલે હડતાલ પર ઉતર્યા

એસ્સારમાં 500 કામદારો પગાર વધારા મામલે હડતાલ પર ઉતર્યા
પ્રતિકાત્મક તસવીર

કામદારોએ ચીમકી આપી છે કે, જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો, તેમનું આંદોલન ઉગ્ર બનશે.

 • Share this:
  કિર્તેશ પટેલ, સુરત: સુરતના હજીરા (Hajira) વિસ્તારમાં આવેલી એસ્સાર કંપનીમાં (Essar steel) કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ (Contractual workers) પગાર વધારા સહિતની અનેક માંગણી મામલે એક દિવસની હડતાલ પર ઉતર્યા છે.

  કામદારો ઘણા લાંબા સમયથી પગાર વધારા (pay rise demand) અને અન્ય માંગણીઓ કરતા હતા પમતે ન સ્વીકારાતા 500થી વધુ કામદારો હડતાલ પર ઉતર્યા હતા અને કંપનીના ગેટ બહાર ધરણા પર બેસી ગયા હતા.  હડતાલ પર ઉતરેલા કર્મચારીઓમાં ડ્રાઇવર, ક્રેન ઓપરેટર, રીગર ( લેબર) વગેરેનો સમાવેશ થાય છે. આ કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે.

  આ કામદારોનું કહેવું છે કે, તેમને છેલ્લા ત્રણ વર્ષથી પગાર વધારો મળતો નથી. મોંઘવારી ભથ્થું મળતું નથી. કંપનીના કર્મચારીઓને તમામ લાભો મળે છે પણ કરાર પર કામ કરતા કામદારોને કશો લાભ મળતો નથી.

  કામદારોએ ચીમકી આપી છે કે, જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો, તેમનું આંદોલન ઉગ્ર બનશે.

  કામદારોએ માંગણી કરી છે કે, તેમને 30 ટકા પગાર વધારો જોઇએ છે. મોંધવારી ભથ્થું જોઇએ છે. કામદારોની હડતાલને કારણે કંપનીને ઘણું નુકશાન થયાનો અંદાજ છે.

   
  First published:October 11, 2019, 16:45 pm

  टॉप स्टोरीज