Home /News /south-gujarat /

મજુરનાં મોત બાદ એટલાન્ટા એલીઝા બાંધકામ સાઇટ બંધ કરાવાઇ

મજુરનાં મોત બાદ એટલાન્ટા એલીઝા બાંધકામ સાઇટ બંધ કરાવાઇ

પ્રતિકાત્મક તસવીર

    સુરત: સુરત શહેરના વેસુ વિસ્તારમાં નવી બંધાઈ રહેલી એટલાન્ટા એલીઝા બાંધકામ સાઈટ પર તા.૨૭/૫/૧૯ના રોજ શ્રમયોગીઓ દ્વારા બેઝમેન્ટના સેન્ટરીંગની કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક બાંધકામ સાઈટ પર માટીની ભેખડ ધસી પડવાથી ત્યાં કામ કરી રહેલા બે શ્રમયોગીઓને ઈજા થઈ હતી.

    આ ઘટનામાં ઇજાગ્રસ્ત મજુરોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ સુરત ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક શ્રમયોગીનું સારવાર દરમિયાનમૃત્યૃ થયું હતું.

    આ ઘટનાન અંગેની માહિતી સંયુકત નિાયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી સુરતને મળતા તુરત જ કચેરીના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી તેમજ સ્થળ પર સૂચવેલા પગલાઓનું પાલન કરવામાં ન આવે ત્યાં સુધી બાંધકામ સાઈટ પર કામ બંધ કરવાનો મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે.

    વધુમાં તપાસ કરતા આ બાંધકામ સાઈટનું બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-૧૯૯૬ હેઠળ રજીસ્ટ્રેશન થયેલુ ન હોઈ બાંધકામ સાઈટના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના સુરતના સંયુકત નિયામકશ્રી દ્વારા જણાવાયું છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Construction, Human, Negligence, મોત

    આગામી સમાચાર