સુરત: સિંગણાપોર પાસે ટ્રાફિક પોલીસનો Video ઉતારી માથાકૂટ કરનાર કોંગ્રેસ કાર્યકરની ધરપકડ, શું હતો મામલો?


Updated: October 16, 2020, 4:12 PM IST
સુરત: સિંગણાપોર પાસે ટ્રાફિક પોલીસનો Video ઉતારી માથાકૂટ કરનાર કોંગ્રેસ કાર્યકરની ધરપકડ, શું હતો મામલો?
કોંગ્રેસ કાર્યકરે ટ્રાફિક પોલીસનો વીડિયોબનાવી વિવાદ કર્યો

ટ્રાફિક પોલીસે દંડ વસૂલવા રોકેલા વાહન ચાલકોને પણ ઉશ્કેરી લોકોનું ટોળું ઍકત્રીત કરી મોબાઇલ ફોનથી શુટીંગ કરવા માંડયું હતું. જીગ્નેશે મીડિયાને બોલાવી ખુલ્લા કરવાની ધમકી આપી

  • Share this:
સુરત : શહેરમાં ગતરોજ એક કોંગેરેસ કાર્યક્ર દ્વારા ટ્રાફિક પોલીસના કામમાં રૂકાવટ કરવાની ઘટના સામે આવી હતી, જેમાં કાર્યકર દ્વારા ટ્રફિક પોલીસને કામ કરતા અટકાવી તેની સાથે માથાકૂટ કરી હતી. આ મામલે કોંગ્રેસ કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે.

સિંગણપોર ચાર રસ્તા પાસે ફરજ બજાવતા ટ્રાફિક શાખાના ઍઍસઆઇ સાથે જીભાજાડી કરી મોબાઇલ ફોનથી શુટીંગ કરી ઍઍસઆઇ પાસે સરકારી બુલેટના અસલ દસ્તાવેજ અને લાયસન્સની માંગણી કરી ટોળું પણ ઍકત્ર કરનાર કોંગ્રેસના કાર્યકર જીગ્નેશ મેવાસાની ચોકબજાર પોલીસે ગતરોજ ધરપકડ કરી હતી.

સુરત શહેર ટ્રાફિક પોલીસ રીજીયન ૨ સેમી સર્કલ ૨૨માં સિંગણપોર ચાર રસ્તા પાસે ફરજ બજાવતા ઍઍસઆઇ ગત સોમવારે સવારે પોતાની કામગીરી કરતા હતા. ત્યારે ૧૦.૩૦ ના અરસામાં ઍક વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને પોતાની ઓળખ જીગ્નેશ મેવાસા તરીકે આપી પૂછ્યું હતું કે, અહીં કેમ ઉભા છો? તમે અહીંયા શું કરો છો? ઍટલું જ નહીં ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસે દંડ વસુલતી હતી તે પાવતીઓ ચેક કરી તમને દંડ વસૂલવાનો કોઇ અધિકાર નથી, માત્ર આરટીઓ જ દંડ વસૂલી શકે તેમ કહી પોલીસ સાથે જીભાજાડી કરવા માંડયો હતો.

સુરત: બિલ્ડરે સુસાઈડ નોટ લખી આપઘાતનો કર્યો પ્રયાસ, ટપોરી રંગરેજ, સંજુ અને બાપ્ટીએ આપી ધમકી

સુરત: બિલ્ડરે સુસાઈડ નોટ લખી આપઘાતનો કર્યો પ્રયાસ, ટપોરી રંગરેજ, સંજુ અને બાપ્ટીએ આપી ધમકી

તેણે ટ્રાફિક પોલીસે દંડ વસૂલવા રોકેલા વાહન ચાલકોને પણ ઉશ્કેરી લોકોનું ટોળું ઍકત્રીત કરી મોબાઇલ ફોનથી શુટીંગ કરવા માંડયું હતું. જીગ્નેશે મીડિયાને બોલાવી ખુલ્લા કરવાની ધમકી આપી ઍઍસઆઇ સુરત પાસે સરકારી બુલેટના દસ્તાવેજ અને લાયસન્સની માંગણી કરતા તેને કહ્યું હતું કે, સરકાર અમારી પાસે લાયસન્સ હોય તો જ બુલેટ આપે અને તમને અમારી પાસે દસ્તાવેજ માંગવાનો કોઇ અધિકાર નથી.આથી તેણે ઍક મીડિયાવાળાને ત્યાં બોલાવી પોલીસ ચોકી પાસે લોકોનું ટોળું ઍકત્ર કર્યું હતું.સુરત: ભાણીને હેરાન કરનારાને ઠપકો આપવા ગયો સગીર, ટપોરીઓએ ચપ્પુ ઘુસાડી દઈ લોહીલુહાણ કર્યો

સુરત: ભાણીને હેરાન કરનારાને ઠપકો આપવા ગયો સગીર, ટપોરીઓએ ચપ્પુ ઘુસાડી દઈ લોહીલુહાણ કર્યો

બાદમાં મીડિયાવાળા સાથે મળી ચોકી અને બુલેટનો વિડીયો બનાવી ખોટી વસુલાત બંધ કરો, તેમ કહી તે ત્યાંથી ભાગી ગયો હતો. જીગ્નેશ મેવાસા કોંગ્રેસનો કાર્યકર છે તેમજ અગાઉ વિધાનસભાની ચૂંટણી પણ લડયો હતો. તેણે તાજેતરમાં પોતાની યુટયુબ ચેનલ પણ શરૂ કરી છે. પોલીસની કામગીરીમાં દાખલ કરી તેમજ કોરોનાને અટકાવવાની ગાઇડલાઇનનો ભંગ કરનાર જીગ્નેશ મેવાસા ઉર્ફે જીગ્નેશ અમરસિંહભાઇ જીવાણી ( ઉ.વ.૩૬, રહે.ઘર નં.૨૮, શ્રધ્ધાદીપ સોસાયટી, કોઝવે સિંગણપોર રોડ, સુરત ) વિરૂદ્ધ ઍઍસઆઇ અશોકભાઇઍ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગતરોજ તેની ધરપકડ કરી હતી.
Published by: kiran mehta
First published: October 16, 2020, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading