સુરત મનપાના શાસકો માટે 4 લાખથી વધુના iPhone ખરીદતા કોંગ્રેસનો વિરોધ

News18 Gujarati
Updated: September 25, 2019, 8:37 PM IST
સુરત મનપાના શાસકો માટે 4 લાખથી વધુના  iPhone ખરીદતા કોંગ્રેસનો વિરોધ
સુરત મહાનગર પાલિકાની તસવીર

1.11 લાખની કિમતનો એક એવા ચાર ફોન મેયર , ડે મેયર , શાસકપક્ષ નેતા અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે ખરીદવામાં આવ્યા હતા

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરતઃ સુરત મહાનગર પાલિકાના ચાર પદાધિકારીઓ માટે ચાર લાખથી વધુની કિંમતના મોબાઇ ફોન ખરીદવામાં આવ્યા હોવાની વાત RTIમાં સામે આવતા આખરે કોગ્રેસે તેનો વિરોધ કર્યો છે.

સુરત મહાનગર પાલિકાના (Surat municipal corporation) મેયર, ડે મેયર, શાસક્ષપક્ષના નેતા અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન માટે 1.11 લાખનો એક એવા ચાર આઇફોન (iphone) મહાનગર પાલિકાના ખર્ચે ખરીદવામાં આવ્યા હતા. જોકે આ વાત બે મહિના પહેલાની છે પરંતુ શાંતિથી ખરીદાયેલા આઇફોન અંગે તે સમયે કોઇનો વિરોધ થયો ન હતો. પરંતુ એક યુવાન દ્વાર આરટીઆઇમાં આ સમગ્ર વિગતો માંગવામાં આવી હતી.

આરટીઆઇમાં સમગ્ર હકિકત જાણવા મળી હતી કે ચાર ફોન મનપાના ખર્ચે એટલે કે સુરતની જનતાના પૈસે લેવામાં આવામાં આવ્યા છે. જેથી કોગ્રેસ (congress) દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને આગામી ગુરૂવારે મળનારી સામાન્ય. સભામાં વિરોધ કરવાની વાત પણ કરી છે.

આ પણ વાંચોઃ-સુરતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, સરથાણામાં વીજળી પડી

જયારે સુરત મનપાના મેયર (Mayor) ડો જગ્દિશ પટેલ સાથે આ બાબતે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું હતું કે આતો પરંપરા છે. જયારે પણ પદાધિકારીઓ નવા આવતા હોઇ છે ત્યારે તેમને આ પ્રકારની સુવિધા પ્રજા માટે જ આપવામાં આવે છે અને જે સમયે સારી હોઇ છે તેજ વસ્તુ ખાસ આપવામાં આવતી હોઇ છે. જેથી અમારે માટે મોબાઇલ લેવામાં આવ્યા તેને વિવાદમાં કેમ લેવામાં આવે છે તે સમજ નથી પડતી.

સુરત મહાનગર પાલિકા છેલ્લા ઘણા સમયથી અનેક જગ્યાએ કરકસર કરી રહી છે. નવા વિકાસના કામોમાં પણ સરકારની ભાગીદારી તેમજ સ્થાનીક પબ્લીક પ્રાઇવેટ પાર્ટનશીપ સાથે કરવામાં આવતા હોઇ છે.
First published: September 25, 2019, 8:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading