Home /News /south-gujarat /

માનહાનિ કેસ: રાહુલ ગાંધીએ સુરતની કોર્ટમાં હાજરી આપી, 12મી જુલાઈએ વધુ સુનાવણી

માનહાનિ કેસ: રાહુલ ગાંધીએ સુરતની કોર્ટમાં હાજરી આપી, 12મી જુલાઈએ વધુ સુનાવણી

કોર્ટમાં હાજરી આપવા આવી પહોંચેલા રાહુલ ગાંધી.

Rahul Gandhi in Surat: રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

  સુરત: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Congress leader Rahul Gandhi) આજે (ગુરુવાર) સુરત આવી પહોંચ્યા હતા. સુરતની કોર્ટ (Surat court)માં હાજરી આપવાની હોવાથી તેઓ સુરત ખાતે આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કરેલી એક ટિપ્પણી બાદ સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી (MLA Purnesh Modi)એ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. રાહુલ ગાંધી સુરત એરપોર્ટથી સીધા જ કોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેઓ આશરે એક કલાક સુધી કોર્ટમાં અંદર રહ્યા હતા. આ કેસમાં હવે આગામી સુનાવણી 12મી જુલાઈના રોજ કરવામાં આવશે. કોર્ટે રાહુલ ગાંધીને આગામી સુનાવણીમાં હાજર રહેવામાંથી મુક્તિ આપી છે. આજે કોર્ટમાં રાહુલ ગાંધીનું નિવેદન લેવાયું હતું. આગામી સમયમાં હવે રાહુલ ગાંધી અને ફરિયાદીના વકીલો વચ્ચે દલીલો થશે. રાહુલ ગાંધીના વકીલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ કોઈ ભૂલ નથી કરી. આથી માફી માંગવાનો કોઈ સવાલ જ નથી.

  રાહુલ ગાંધી સીધા જ સુરત ખાતે આવી પહોંચ્યાં હતા. રાહુલ ગાંધીને આવકારવા માટે અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ સુરત ખાતે હાજર હતા. એવી પણ ચર્ચા છે કે રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી આપ્યા બાદ કૉંગ્રેસ નેતાઓ સાથે આગામી ચૂંટણીને લઈને ચર્ચા-વિચારણા પણ કરી શકે છે.

  આ પણ વાંચો: ભરતસિંહ સોલંકી ફરીથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બને તો અલ્પેશ ઠાકોરની કોંગ્રેસમાં વાપસી નિશ્ચિત  રાહુલ આ પહેલા પણ સુનાવણીમાં આવ્યા હતા

  કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન કરતા કહ્યું હતું કે, દરેક ચોરની અટક મોદી કેમ હોય છે? આ મામલે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખમાં રાહુલ સુરત આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસના કહેવા પ્રમાણે રાહુલ ગાંધી પહેલા પણ આ કેસમાં કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરાયો હતો. રાહુલ ગાંધીએ નીરવ મોદી, લલિત મોદી, સહિતના નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા.

  આ પણ વાંચો: પ્રેમીએ પ્રેમિકાના માથામાં ભરી દીધું સિંદૂર, પ્રેમિકાના ભાઈઓને ખબર તો કરી આવી હાલત 

  કૉંગ્રેસી નેતાઓએ કર્યું સ્વાગત

  રાહુલ ગાંધી આજે સવારે વિમાન દ્વારા સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં કૉંગ્રેસ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. અમિત ચાવડા, ભરસિંહ સોલંકી, હાર્દિક પટેલ સહિતના કૉંગ્રેસના નેતાઓ તેમના સ્વાગતમાં હાજર હતા. અહીંથી રાહુલ ગાંધી સીધા જ કોર્ટ જવા રવાના થયા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Defamation case, કોર્ટ, મોદી, રાહુલ ગાંધી, સુરત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन