સુરત: વિપક્ષ કોંગ્રેસનાં નેતા પરેશ ધાનાણી હાલમાં સુરત પહોંચી ગાય છે અને તેઓ પરિવારજનોને મળવા સીધા અશ્વીનીકુમાર સ્મશાન ગૃહ ખાતે પહોંચી ગયા છે. અને તેમણે પરિવારજનોને સાંત્વના આપી છે. તેમજ આ કપરાં સમયમાં હિંમત રાખવા અને પ્રભુનું નામ લેવા પણ જણાવ્યું છે.
આ ગોઝારી ઘટનાથી સમગ્ર ગુજરાત દુ:ખી
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પરિવારજનોને સાંત્વના આપતા કહ્યું કે,સુરતનાં સરથાણામાં બનેલી આ કાળમુખી ઘટનાએ સમગ્ર ગુજરાતનું હૃદય કંપાવી દીધુ છે. આ આકસ્મિક આગની ઘટનાથી 20 જેટલા ભુલકાઓ સીધાવ્યા છે ત્યારે હું પરમક્રુપાળુને પ્રાર્થના કરુ છુ કે પ્રભુ આ ભુલકાઓને તેમનાં ખોળામાં સમાવે. આ ગોઝારી ઘટનામાં 20 જેટલાં પરિવારનાં બાળકો ભુંજાયા છે. આ માત્ર પરિવારનું દુખ નથી સમગ્ર રાજ્યનું દુખ છે ત્યારે ગઇકાલે સાંજે રાજ્યમાં કેટલાંયે ઘરનાં ચુલા નથી સળગ્યા. બનાવને નજરે નીહાળનારા લોકોનાં રૂવાંડા ઉભા થઇ ગયા છે. ગઇકાલની આ ગોઝારી ઘટનાએ સમગ્ર ગુજરાતને ચોટ પહોંચાડી છે. ત્યારે તેમનાં પરિવારને અકાળે આવી પડેલું આ દુ:ખ પરમકૃપાળુ પરમેશ્વર શક્તિ આપે.
જે ભુલકાઓએ ચિર વિદાય લીધી છે તેને ઇશ્વર એમનાં ખોળામાં સમાવે. જે બાળકો હાલમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે પરમકૃપાળુ તેમને જલદી સ્વસ્થ કરે અને દિર્ઘાયુ આપે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરુ છું. આવતા દિવસોમાં કોઇ માનો દીકરો કોઇ ભાઇની બહેન આવી ભવિષ્યમાં આવી ગોઝારી ઘટનાનો ભોગ ન બને તે માટે સરકાર આપણને સૌને શક્તિ આપે તેવી પ્રાર્થના કરુ છું.
ગુજરાત બોર્ડ સામાન્ય પ્રવાહનું પરિણામ જાણવા કરો ક્લિક
એક વર્ષમાં આવી બીજી ઘટના થઇ છે આ સવાલનો જવાબ આપતાં પરેશ ધાનાણીએ કહ્યું કે, ગઇકાલે સુરતમાં બનેલી આ ગોઝારી ઘટના છે ત્યારે સૌ કોઇ સંવેદન જાળવે તેવી જાહેર જીવનનાં કાર્યકર્તા તરીકે પ્રાર્થના કરુ છું આજે જે દીકરા દીકરીઓનાં જીવન દીપ બુઝાયા છે તે માત્ર પરિવારનું દુખ નથી. સમગ્ર ગુજરાતને ચોટ પહોંચી છે. આવતા દિવસોમાં કોઇ ગુજરાતનું ભુલકું આવી ગોઝારી ઘટનામાં મુર્ઝાઇ ન જાય તે માટે પરમકૃપાળુ પરમાત્મા આપણને સૌને શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે સૌ કોઇ કોઇ સયંમ જાળવે તેવી અંતરમનથી વિનંતી છે.આ પણ વાંચો-સુરત દુર્ઘટના : વીજળીના થાંભલો આવી રીતે બન્યો 20 બાળકોના મોતનું કારણ
આ મુદ્દે ક્યારેય વિધાનસભામાં ક્યારેય વાત કરવામાં આવી નથી આ વિશે આપ શું કહેશો સવાલ પુછાતા ધાનાણીએ કહ્યું કે, લોકશાહીમાં બહુમતી પક્ષ નિર્ણય કરવા સક્ષમ હોય છે. અને નિર્ણય અધુરો હોય ત્યાં વિરોધ પક્ષ તેમનું ધ્યાન દોરતું રહે છે. આજનાં આ સંવેદનશીલ બનાવે કોઇ ટિકા ટિપ્પણીઓમાં પડવા માંગતો નથી. પણ આવતા દિવસોમાં કોઇ ભુલકાંઓ મુર્ઝાઇ ન જાય તે માટે યોગ્ય અને સત્વરે પગલાં ઉઠાવવા સૌને શક્તિ આપે.