સુરત : કૉંગ્રેસ નેતાની બર્થ ડે પાર્ટીનો વીડિયો Viral, જાહેરમાં કેક કાપી જાહેરનામાનો 'કૂકડો' બોલાવ્યો

સુરત : કૉંગ્રેસ નેતાની બર્થ ડે પાર્ટીનો વીડિયો Viral, જાહેરમાં કેક કાપી જાહેરનામાનો 'કૂકડો' બોલાવ્યો
ભાજપ બાદ હેવ કૉંગ્રેસના નેતા દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા

કૉંગ્રેસના નેતા મુક્કદર રંગુનીની જન્મદિવનસી પાર્ટી સુરતના સોશિયલ મીડિયામાં થઈ વાયરલસ, જુઓ વીડિયોમાં બેજવાબદાર વર્તન

  • Share this:
સુરતમાં જાણે જાહેરમાં જન્મ દિવસ (Birthday Celebration) ઉજાણી કરી સુરત પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ તો કરવામાં આવે છે સાથે સાથે કોરોના ગાઈડ લાઇનનો પણ ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવી એક ઘટનાનો વિડીયો (video) સોશિયલ મીડિયામાં (Social Media) વાઇરલ થયો છે. જોકે,  આ વીડિયો કોઈ અન્ય વ્યક્તિનો નહિ પણ કોગ્રેસના આગેવાનનો છે અને તે પોતાના જન્મ દિવસ તમામ નિયમ નેવે મૂકી આતશબાજી વચ્ચે ઉજવી રહ્યા હતા. જોકે આ વીડિયો વાઇરલ (Video Viral)  થયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

સુરતમાં થોડા દિવસ થાય અને જાહેરમાં જન્મ દિવસની ઊજવણી કરતા વીડિયો સોશિયલ  મીડિયામાં વાઇરલ થતા હોય છે. જોકે છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં જન્મ દિવની ઉજાણી કરવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બજાર પાડવામાં આવ્યુ છે તે વચ્ચે લોકો સતત જાહેરનામા ભંગ કરતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે.   તેમાં પણ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે આવા ઉત્સવ ઉજાણી પર પ્રતિબંધ છે અને રાત પડતાની સાથે સરકાર દ્વારા કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ તમામ નિયમો નેવે મૂકીને સુરતમાં સતત કોરોના ગાઈડ લાઇન પાલન કર્યા વગર જાહેરમાં જન્મ દિવસની ઉજાણી કરવામાં આવે છે.





આ પણ વાંચો :  સુરત : 'મારી પાસે મરવા સિવાયનો કોઈ રસ્તો નથી, મારી મોતના જવાબદાર પત્ની અને તેનો પ્રેમી છે'

દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થયો છે.જોકે આ વીડિયોમાં જાહેરમાં જન્મ દિવસ ની ઉજાણી કરવામાં આવે છે તે પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી અને તેમાં પણ ફાટકડા ફોડવા સાથે જોકે આવી રીતે જન્મ દિવસ સુરતમાં રાજકીય આગેવાન અથવા મોટી હસ્તી કે પછી માથાભારે લોકો ઊજાણી કરતા હોય છે, ત્યારે આ વીડિયો હતો રાજકીય આગેવાન સુરતના કોગ્રેસના નેતા એવા મુકદ્દર રંગુની જે સુરતના નાનપુરા વિસ્તારમાં રહે છે.

આ પણ વાંચો :  સુરત : 'તું 25 દેગા કે 30, ભાઈ કો પૈસા નહી દીયા તો તેરી ગેમ કર ડાંલેગે,' ખંડણીની વધુ એક ફરિયાદ આવી

પોતાનો જન્મ દિવસ હાજરમાં અને તે પણ કોરોના ગાઈડ લાઇન તોડી ઉજાણી કરી હતી જોકે વિડીયો વાઇરલ થતા પોલીસે કાર્યવાહી શરુ કરી છે ત્યારે સુરત શહેરના રસ્તા પર કર્ફ્યૂ વચ્ચે જો પોલીસ પ્રેટ્રોલિગ કરે છે અને આવી ઉજાણી પોલીસ ને દેખાતી ના હોય તો માનવું પડે કે પોલીસ પેટ્રોલિંગ નથી કરતી અને જો કરે છે તો માત્ર કાગળ પર કરે છે તે આ ઘટના પરથી સાબિત થાય છે.
Published by:Jay Mishra
First published:January 19, 2021, 17:14 pm

ટૉપ ન્યૂઝ