Home /News /south-gujarat /

કોંગ્રેસના પણ આ 5 ઉમેદવારના નામ લગભગ ફાઈનલ, ત્રણ બેઠક પર હજુ મંથન

કોંગ્રેસના પણ આ 5 ઉમેદવારના નામ લગભગ ફાઈનલ, ત્રણ બેઠક પર હજુ મંથન

પ્રતિકાત્મક તસવીર

ભાજપ પાર્ટીએ લિંબડી બેઠકને બાદ કરતા સાત બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. તેવામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાંથી આઠ બેઠક માટે બે સભ્યોના પેનલ બનાવી દિલ્હી હાઇ કમાન્ડને મોકલી દીધા છે.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની આઠ બેઠક માટ પેટા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ભાજપ - કોંગ્રસ બનેન પક્ષો જીતનો દાવો કરે છે, ત્યારે ભાજપ પાર્ટીએ લિંબડી બેઠકને બાદ કરતા સાત બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. તેવામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાંથી આઠ બેઠક માટે બે સભ્યોના પેનલ બનાવી દિલ્હી હાઇ કમાન્ડને મોકલી દીધા છે. દિલ્હી હાઇ કમાન્ડ દ્વારા પાંચ બેઠક પર નામ લગભગ નક્કી થઇ ગયા છે. માત્ર સત્તાવાર નામ જાહેરાત બાકી છે.

કોંગ્રેસના સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, દિલ્હી હાઇ કમાન્ડે...

(1) ગઢડા - મોહન સોલંકી
(2) અબડાસા - શાંતિલાલ સંધાણી
(3) મોરબી - જયંતીભાઇ પટેલ
(4) ધારી- સુરેશ કોટડીયા
(5) કરજણ - ધર્મેશ પટેલ

આ પાંચ નામ પર મ્હોર મારી છે. હજુ કોંગ્રેસ પાર્ટીમાં લિંબડી, ડાંગ અને કપરાડા બેઠક માટે મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ ભાજપની રાહ જોવે છે કે, લિંબડી બેઠક પર ભાજપ કોળી સમાજમાંથી ઉમેદવાર ઉતારશે. ત્યારે કોંગ્રેસ ક્ષત્રિય ઉમેદવાર ઉતારશે, અથવા ભાજપ જો ક્ષત્રિય ઉમેદવાર ઉતારશે તો, કોંગ્રેસ ક્ષત્રિય સામે કોળી ઉમેદવાર ઉતારશે.

કોંગ્રેસ ત્રણ બેઠક પર બે નામ

લિંબડી - કલ્પનાબહેન મકવાણા અથવા ભગીરથ સિંહ રાણા
કપરાડા - બાબુ વર્થા અથવા હરીશ પટેલ
ડાંગ - ચંદર ગાવિત અથવા સુર્યકાન્ત ગાવિત

કોંગ્રેસ પાર્ટીએ સત્તાવાર હજુ નામ જાહેર કર્યા નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા ખેંચતાણ અને ધમાસાણના વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ રાઉન્ડમાં પાંચ બેઠક પર નામ પસંદગી પૂર્ણ કરી છે.

કેમ 5 પક્ષ પલટું અને 2 મૂળ BJPના ઉમેદવારોને ટિકિટ અપાઈ? શું છે BJPનું ગણિત?

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે ગુજરાતની આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટેના સાત બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કમળ પકડનાર પાંચ કોંગ્રેસી પૂર્વ ધારાસભ્યોને ભાજપે ટિકિટ આપી છે, જેમાં અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા, ધારી બેઠક પર જેવી કાકડિયા, કરજણ બેઠક પર અક્ષય પટેલ, કપરાડા બેઠક પર જીતુ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. આ પાંચે પૂર્વ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપે ટીકીટ આપવાના કમિટમેન્ટ સાથે કોંગ્રેસમાંથી રાજીનામા આપ આવ્યા હતા.

તો બીજી તરફ લીમડી બેઠક પર કિરીટ સિંહ રાણાને ટિકિટ આપવી કે કોઇ કોઇ ઉમેદવારને ટિકીટ આપવી તે અંગે ભાજપ હજુ પણ મનોમંથન કરી રહ્યું છે, કિરીટસિંહ રાણા વર્ષ 2017માં આ બેઠક પર સોમા ગાડા પટેલ સામે હારી ગયા હતા, પરંતુ રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન સોમા ગાડા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે. આ બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ છે, ત્યારે કોળી સમાજના પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતાઓ તેમજ કોળી સમાજના સરકારના મંત્રીઓ લીમડી બેઠક પર કોળી સમાજને ટિકિટ માટે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકી કોળી સમાજના જુદા જુદા સંગઠનો સાથે બેઠકો કરી, આ બેઠક પર કોળી સમાજની દાવેદારી મજબૂત કરી રહ્યા છે, પરંતુ ભૂતકાળને જોતા આ બેઠક પર પ્રબળ દાવેદાર તરીકે કિરીટસિંહ રાણાને માનવામાં આવે છે. આમ પણ જ્યારે જ્યારે આ બેઠક પર પેટા ચૂંટણી યોજાય છે ત્યારે ત્યારે આ બેઠક એ કિરીટસિંહ રાણાને આપવામાં આવી છે.
Published by:kiran mehta
First published:

Tags: Gujarat by elections, Gujarat Bypoll, Gujarat bypolls

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन