Home /News /south-gujarat /

સુરતઃ કોંગ્રેસના કોર્પોરેટરે મનપાની જગ્યા ઉપર ચાલતા દારુના વેચાણ ઉપર પાડી રેડ, બૂટલેગરો દારુ મૂકી ભાગ્યા

સુરતઃ કોંગ્રેસના કોર્પોરેટરે મનપાની જગ્યા ઉપર ચાલતા દારુના વેચાણ ઉપર પાડી રેડ, બૂટલેગરો દારુ મૂકી ભાગ્યા

સ્થળ ઉપરની તસવીર

ગાંધીના ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ મળે છે અને પીવાય છે. આ વાતને લઇને અનેક વખત વિવાદ થયા છે. ત્યારે આજે ફરીએ એકવાર સુરતમાં દારૂ ખુલ્લે આમ વેચાય છે. તે સાબિત કરી આપ્યું છે. સુરતના કોગ્રેસના નગર સેવક દિનેશ કાછડીયાને છેલ્લા લાંબા સમયથી તેમને ફરિયાદ મળતી હતી.

વધુ જુઓ ...
સુરતઃ ગાંધીના ગુજરાતમાં (Gujarat) દારૂબંધી (liquor ban) હોવા છતાંય ખુલ્લે આમ દારૂ વેચાય છે. ત્યારે આજે સુરતના કોંગ્રેસના નગરસેવક (congress corporator)દ્વારા મનપાની જગ્યામાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યાની ફરિયાદ સતત મળતી હતી. જેને લઇને કોંગ્રેસના નગરસેવક આજે શનિવારે દારુ વેચાતી જગ્યા પર પહોંચ્યા હતા. જોકે નગરસેવકની રેડને લઇને દારૂના વેચાણ કરતા બૂટલેગરો દારૂ જગ્યા પર મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

ગાંધીના ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ મળે છે અને પીવાય છે. આ વાતને લઇને અનેક વખત વિવાદ થયા છે. ત્યારે આજે ફરીએ એકવાર સુરતમાં દારૂ ખુલ્લે આમ વેચાય છે. તે સાબિત કરી આપ્યું છે. સુરતના કોગ્રેસના નગર સેવક દિનેશ કાછડીયાને છેલ્લા લાંબા સમયથી તેમને ફરિયાદ મળતી હતી.

લાલદરવાજા વિસ્તારમાં આવેલી પટેલ વાડીની મનપાની જગ્યામાં કેટલાક બુટલેગર દારૂ વેચાણ કરે છે. જોકે આજે નગર સેવક દિનેશ કાછડીયા પહોંચ્યા હતા. જોકે નગર સેવકને જોઈને બુટલેગરમાં ભાગદોડ મચી જવા પામી હતી. ભૂટલેગર દારૂનો જથ્થો મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

જોકે નગર સેવક દ્વારા આ મામલે સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી પણ પોલીસ પહોંચી ન હતી. જેને લઇને નગર સેવકે પોલીસ કમિશનરને (Commissioner of Police) પણ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. જેને લઇને પોલીસ દોડતી થઇ હતી.

જોકે ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાય છે અને પીવાય છે તે આ નગર સેવકે સાબિત કરી આપ્યું છે પણ પોલીસ દ્વારા દારૂ ક્યાં વેચાય છે. તે વાતનું હજુ પણ રત્ન ચાલુ રાખવામાં આવ્યુ છે. ત્યારે આજની આ નગર સેવકની રેડ બાદ આગામી દિવસમાં સુરતમાં જનતા રેડ થાય તો નવાઈની વાત નથી.
Published by:ankit patel
First published:

Tags: Congress corporator, Liquor Ban, Surat Municipal corporation, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन