અમારા કાર્યકરોને ડરાવવા ભાજપ રાહુલ ગાંધી પર ફરિયાદો કરાવે છે: અમીત ચાવડા

News18 Gujarati
Updated: October 9, 2019, 6:31 PM IST
અમારા કાર્યકરોને ડરાવવા ભાજપ રાહુલ ગાંધી પર ફરિયાદો કરાવે છે: અમીત ચાવડા
ફાઇલ ફોટો

રાહુલ ગાંધી આવતીકાલે 10 ઓક્ટોબરે સવારે 10 કલાકે સુરત ઍરપોર્ટ ખાતે આગમન કરશે

  • Share this:
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: ભાજપ દ્વારા કોગ્રેસના કાર્યકરોને ડરાવવાના પ્રયાસના ભાગ રૂપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે જુદા જુદા શહેરોમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. તેમ સુરત ખાતે રાહુલ ગાંધીના પ્રોગ્રામને લઇને માહિતી આપવા બોલાવેલી પત્રકાર પરિષદમાં કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાએ જણાવ્યું હતું. રાહુલ ગાંધી આવતીકાલે સુરતમાં અને 11 તારીખે અમદાવાદ કોર્ટમાં હાજરી પુરાવવા માટે આવશે.

સુરત ખાતે કોગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે 10 ઓક્ટોબરે સવારે 10 કલાકે સુરત ઍરપોર્ટ ખાતે આગમન કરશે અને ત્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

ઉપરાંત કોર્ટ જતી વખતે રસ્તામાં પણ તેમના જુદી જુદી જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ રાહુલ ગાંધી 10:40 કલાકે સુરત કોર્ટમાં ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલા બદનક્સીના કેસમાં હાજરી ભરવા ઉપસ્થિત રહેશે અને ત્યાર બાદ કાર્યકરતાઓને મળીને સુરતથી રવાના થઇ જશે. તેમજ આવા જ એક કેસમાં 11 તારીખે અમદાવાદની કોર્ટમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ કોગ્રેસના કાર્યકર્તાઓને ડરાવવા માટે આ પ્રકારની ફરિયાદ દેશના અલગ અલગ શહેરોમાં કરાવી રહ્યું છે. પરંતુ તે તમામ ફરિયાદને લઇને કોર્ટની કાર્યવાહિને સન્માન આપવામાં આવશે. ઉપરાંત ભાજપની સરકાર ખાડાના ભષ્ટ્રાચારમાં સમાઈ ગઇ છે. જેથી ગુજરાતમાં ચુસ્ત દારૂબંધીનો પણ અમલ કરાવામાં નથી આવી રહ્યો, અને ખોટા ખોટા કેસ કરી પ્રજાનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે.

 
First published: October 9, 2019, 6:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading