Home /News /south-gujarat /

સુરત: 24 કલાકમાં વધુ 86ને ચોંટ્યો Corona, જે વિસ્તારમાં કેસ ઘટ્યા ત્યાં ફરી વધતા તંત્રની ચિંતા વધી

સુરત: 24 કલાકમાં વધુ 86ને ચોંટ્યો Corona, જે વિસ્તારમાં કેસ ઘટ્યા ત્યાં ફરી વધતા તંત્રની ચિંતા વધી

પ્રતિકાત્મક તસવીર

જે વિસ્તારમાં દર્દીની સંખ્યા ઘટી રહી હતી તે વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસ આ વિસ્તારના લોકો જો ધ્યાન નહિ આપેતો વધુ કેસ વધે તેવી શક્યતા છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 86 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરતમાં 79 જયારે ગ્રામીણ વિસ્તારમાં 7 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 2098 પર પહોંચી છે, જયારે આજે બે લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 80 પર પહોંચ્યો છે, તેવામાં આજે 35 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 86 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 79 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 1948 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 7 કેસ સાથે દર્દી સંખ્યા 150 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 2098 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે બે દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 80 થયો છે. જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 78 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 35 જ્યારે જિલ્લામાં આજે એકપણ દર્દી નહીં, ત્યારે કુલ 35 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1341 થઈ છે. જેમાંથી જિલ્લાના 94 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 9, વરાછા એ ઝોનમાં 3, વરાછા બી 2, રાંદેર ઝોન 13, કતારગામ ઝોનમાં 21, લીબાયત ઝોનમાં12, ઉધના ઝોનમાં 13 અને અથવા ઝોનમાં 6 કેસ નોંધાયા છે.

આમ તો લીંબાયત સાથે કતારગામ ઝોનમાં સતત દર્દી સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો, પણ આજે સૌથી વધુ દર્દી કતારગામ ઝોનમાં અને ત્યાર બાદ રાંદેર ઝોનમાં નોંધાતા તંત્રની ચિંતા સતત વધી રહી છે. કારણ કે, દર્દી છેલ્લા 3 દિવસ વધી રહ્યા છે, અને જે વિસ્તારમાં દર્દીની સંખ્યા ઘટી રહી હતી તે વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસ આ વિસ્તારના લોકો જો ધ્યાન નહિ આપેતો વધુ કેસ વધે તેવી શક્યતા છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat corona deaths, Surat Coronavirus, Surat coronavirus updates, Surat covid cases, Surat covid19 cases

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन