સુરતઃ ચાર વર્ષથી અટકેલા પાલ- ઉમરા બ્રીજ માટે SMC એક્શનમાં, ફરજિયાત સંપાદન કરાશે

News18 Gujarati
Updated: November 22, 2019, 9:30 PM IST
સુરતઃ ચાર વર્ષથી અટકેલા પાલ- ઉમરા બ્રીજ માટે SMC એક્શનમાં, ફરજિયાત સંપાદન કરાશે
પાલ ઉમરા બ્રીજની તસવીર

વાતાઘાટો અને મહત્તમ વળતરની જાહેરાત કરવા છતા પણ ઉમરા વિસ્તારના રહેવાસીઓ બ્રીજના બાકીના કામ માટે જમીન નહી આપતા આખરે મનપા કમિશ્નર દ્વારા રોડ રસ્તા પહોળા કરવા બાબતે મળેલી સત્તાનો ઉપયોગ કરી ફરજિયાત સંપાદનનું જાહેરનામું ટૂંક સમયમાં પાડશે.

  • Share this:
સુરત (surat) છેલ્લા ચાર વર્ષથી વિવાદમાં રહેલા પાલ ઉમરા બ્રીજને લઇને મનપા (surat municipal corporation) કમિશ્નરે (Commissioner) આખરે કડક વલણ અપનાવ્યું છે. વાતાઘાટો અને મહત્તમ વળતરની જાહેરાત કરવા છતા પણ ઉમરા વિસ્તારના રહેવાસીઓ બ્રીજના બાકીના કામ માટે જમીન નહી આપતા આખરે મનપા કમિશ્નર દ્વારા રોડ રસ્તા પહોળા કરવા બાબતે મળેલી સત્તાનો ઉપયોગ કરી ફરજિયાત સંપાદનનું જાહેરનામું ટૂંક સમયમાં પાડશે.

હાલમાં સુરતનું મોટા ભાગના લોકો સરદાર, કેબલ સ્ટેઇડ બ્રીજ અને હોપ પુલનો વધારે ઉપયોગ કરે છે. જેથી આ ટ્રાફિક હળવો થાય અને ડાઇવર્ટ થાય તેમાટે પાલ અને ઉમરા ગામને જોડતો એક બ્રીજ મનપા દ્વારા બનવવાની શરૂઆત કરી હતી. પાલ વિસ્તારમાંથી બ્રીજ બનાવવાની શરૂઆત થઇ હતી. પરંતુ સમય મર્યાદામાં આ બ્રીજનું કામપૂર્ણ થઇ શક્યું ન હતું. જેનું કારણ હતું કે ઉમરા ગામમાં 20 લોકોના ઘરો આ બ્રીજમાં હટાવવા પડે તેવી જરૂરિયાત હતી.

પરંતુ સ્થાનિક લોકોએ એ વિરોધ કરતા આખરે મનપાએ કોઇને ન આપ્યું હોઇ તેવું વળતર સ્થાનિકોને આપવા માટેની દરખાસ્ત કરી હતી. જેમાં 10 જેટલા પરિવારો માની ગયા હતા. પરંતુ બાકીના 10થી 12 પરિવારોએ સહમતી જતાવી ન હતી. જેથી છેલ્લા ચાર વર્ષથી આ મામલો વાતાઘાટોથી સુલજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

આખરે સુરત મનપા કમિશ્નર બંછાનિધી પાની દ્વારા આ મામલાને સુલજાવવા માટે સ્થાનિકોને આખરી અલ્ટીમેટમ આપ્યું હતું. તેમાં પણ સ્થાનિકો દ્વારા યોગ્ય જવાબ આપવામાં નહી આવતા હવે ફરજિયાત સંપાદનની પ્રક્રિયા મનપા કમિશ્નર દ્વારા હાથ ધરવામાં આવી છે.

કમિશ્નર દ્વારા આગામી ટૂંક સમયમાં રોડ રસ્તા પોળા કરવા માટેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવશે જેમાં જે ઘરો સંપાદનમાં સહકાર નથી આપતા તેમના ઘરોને ડિમોલાઇશ કરવામાં આવશે. આ પ્રોજેકટ સાકાર થયા બાદ 10 લાખ લોકોને ફાયદો થશે.
First published: November 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading