સુરત : વરાછામાં રત્નકલાકારના ઘરે જઈ પૈસા માટે ધમકી, ડબ્બા ટ્રેડિંગ ધંધાર્થી પિતા-પુત્રની ધરપકડ

સુરત : વરાછામાં રત્નકલાકારના ઘરે જઈ પૈસા માટે ધમકી, ડબ્બા ટ્રેડિંગ ધંધાર્થી પિતા-પુત્રની ધરપકડ
સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રત્નકલાકરના ઘરે પોંહચીને તેની પત્નીને સ્ટીક બતાવી રત્નકલાકર જીગ્નેશભઇ અને તેના પત્નીને ગાળો બોલી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી

  • Share this:
સુરત : કોરોના વાઇરસને લઈને લોકડાઉન ખુલતાની સાથે રત્નકલાકરના ઘરે જઈને પોતાને શેરબજારમાં થયેલ નુકસાનને લઈને રૂપિયા 21 લાખની વસૂલી કરવા ગયેલા પિતા પુત્ર અને અન્ય એક ઈસમ દ્વારા રત્નકલાકરના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને પરિવારે આ 3 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી હતી.

લોકડાઉનમાં છૂટછાટ મળતાની સાથે લોકોના વેપાર ઉધોગ શરૂ થયા નથી એટલામા તો ગુનાખોરી સતત વધી રહી છે, ત્યારે એક પરિવારને રૂપિયાની ઉગરાણી કરવાવાળા તરફથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ અમરેલીના વતની અને હાલમાં સુરતના નાના વરાછા વિસ્તારમાં શ્યામધામ ચોક સંગના સોસાયટીમાં રહેતા જીગ્નેશ સવજીભાઇ કાનાણી રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે પગારથી ઘર ચલાવવું મુશ્કેલ હોવાને લઈને આ રત્નકલાકર દ્વારા શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ પણ કરવામાં આવતું હતું. પરંતુ તેમને રૂપિયા 21 લાખનનું નુકસાન ગયું હતું.

જોકે આ નુકસાની ભરવા માટે ઓનલાઇન ટ્રેડીંગનો વ્યવસાય કરતા પિતા-પુત્ર પરેશભાઈ ભીખુભાઈ ગજેરા અને રુચીત પરેશભાઈ ગજેરા સતત ઉગરાણી કરતા હતા, લોકડાઉન હોવાને લઈને રૂપિયાનો કોઈ મેળ પડ્યો ન હતો, જેને લઈને લોકડાઉનમાં છૂટછાટ મળતા આ પિતા પુત્ર દ્વારા રૂપિયાની વસુલાત માટે સતત રત્નકલાકરને હેરાન કરવામાં આવતો હતો. હવે રૂપિયાની ઉગરાણી કરવા આ પિતા પુત્ર ગતરોજ રત્ન કલાકરના ઘરે પહોંચી ગયા હતા, અને પોતાની સાથે એક અન્ય ઈસમ જય પ્રકાશભાઈ ભાલાળાને લઈને રત્નકલાકરના ઘરે પોંહચીને તેની પત્નીને સ્ટીક બતાવી રત્નકલાકર જીગ્નેશભઇ અને તેના પત્નીને ગાળો બોલી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનાથી ગભરાયેલ આ રત્નકલાકાર પરિવારે તાતકાલિક સરથાણા પોલીસ મથકે દોડી જઈને, આ મામલે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી, આ તમામ 3 લોકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
First published:June 20, 2020, 16:13 pm

टॉप स्टोरीज