સુરતમાં જમીન મામલે ફરિયાદનો બદલો: વકીલ પર જીવલેણ હુમલો કરી ભાંગ્યો હાથ, અસીલે બચાવ્યો જીવ

સુરતમાં જમીન મામલે ફરિયાદનો બદલો: વકીલ પર જીવલેણ હુમલો કરી ભાંગ્યો હાથ, અસીલે બચાવ્યો જીવ
પ્રતિકાત્મક તસવીર

જુની સબજેલની પાછળ ખટોદરા જીઆઈડીસી પાસેથી પસાર થતા હતા ત્યારે, અજાણ્યાઍ બેઝબોલની સ્ટીકથી તેના ઉપર હુમલો કર્યો

  • Share this:
સુરત : ખટોદરા જીઆઈડીસી પાસે સોમવારે બપોરે ઍકટીવા ઉપર જતા લીગલ ઍડ્વાઈઝર ઉપર અજાણ્યાઍ બેઝબોલના સ્ટીકથી જીવલેણ હુમલો કરી તેના સાગરીતો સાથે બાઈક પર ભાગી ગયો હતો. લીગલ ઍડ્વાઈઝરને બે દિવસ પહેલા જ તેના અસીલ સાથે સચીનમાં જમીન મામલે ફરિયાદ નોંધાવી હોવાથી તેની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યકત કરતા પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભાઠેના સત્યસાંઈ સોસાયટી રોઝન પાર્ક ખાતે રહેતા શકીલ અહેમદ શેખ ભાઠેનામાં લીગલ ઍડ્વાઈઝર તરીકેની ઓફિસ ધરાવે છે. શકીલ શેખ ગઈકાલે બપોરે પોણા બે વાગ્યાના આસરામાં ઍકટીવા મોપેટ લઈને ઘરે જતી વખતે જુની સબજેલની પાછળ ખટોદરા જીઆઈડીસી પાસેથી પસાર થતા હતા ત્યારે, અજાણ્યાઍ બેઝબોલની સ્ટીકથી તેના ઉપર હુમલો કર્યો હતો.આ પણ વાંચો - વાપી: રંગીન મિજાજી 'કુવારો' પતિ, આ માસુમ ચહેરાવાળા લફરાબાજનું રહસ્ય જાણી પોલીસ પણ ચોંકી

અજાણાઍ ચાલુ ગાડીઍ હાથમાં ફટકો મારતા શકીલ શેખ મોપેડ પરથી નીચે પચકાયા હતા, ત્યારે પણ અજાણ્યાઍ પગના ઢીંચણના ભાગે બે ત્રણ ફટકા મારી ગંભીર ઈજા પહોચાડી હતી. અજાણ્યા વ્યક્તિ વધારે મારમારે તે પહેલા શકીલે બુમાબુમ કરતા તેના અસીલો દોડી આવતા હુમલાખોર થોડા આગળ બાઈક લઈને ઉભેલા તેના બે સાગરીતો સાથે બાઈક પર બેસી ભાગી ગયો હતો.

સુરત: 5 વર્ષની બાળકી બેટરીનો બલ્બ ગળી જતા શ્વાસનળીમાં ફસાયો, બાળકીને મળ્યું નવજીવન

સુરત: 5 વર્ષની બાળકી બેટરીનો બલ્બ ગળી જતા શ્વાસનળીમાં ફસાયો, બાળકીને મળ્યું નવજીવન

શકીલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેના હાથના કોણીના ભાગે ફેક્ચર હોવાનુ બહાર આવ્યું હતુ. શકીલે તેના અસીલો સાથે બે દિવસ પહેલા સચીન પોલીસમાં જમીન મામલે ફરિયાદ નોંધાવી હતી, જેની અદાવત રાખી તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા તેઓ વ્યકત કરી છે. પોલીસે શકીલ શેખની ફરિયાદ લઈ ત્રણ અજાણ્યાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:December 15, 2020, 21:02 pm

ટૉપ ન્યૂઝ