Home /News /south-gujarat /

પત્રકારના નામે સરકારી મહિલા કર્મીને હેરાન કરનાર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

પત્રકારના નામે સરકારી મહિલા કર્મીને હેરાન કરનાર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

    સરકારી મહિલા કર્મચારી સાથે કરવામાં આવી હેરાનગતિ, ટી.વી. ચેનલના પત્રકારના નામે આપી ધમકી રોજ કરતો મહિલા કર્મચારીનો પીછો, આખરે મહિલા કર્મચારીએ નોંધાવી પોલીસ ફરિયાદ, આ ઘટના સુરતના માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારની

    મળતી માહિતી મુજબ, માંગરોળ તાલુકાના વડ ગામે નોકરી કરતી મહિલા તલાટી કમ મંત્રીએ માંગરોળ પોલીસ મથકમાં એક યુવક વિરુદ્ધ હેરાનગતિની ફરિયાદ નોંધાવી છે. નજીકના નાંદોલ ગામે રેહતા ભુપેન્દ્ર ચૌધરી દ્વારા વારંવાર યેનકેન પ્રકારે મહિલાની હેરાનગતિ કરવામાં આવી રહી હતી, મહિલા દ્વારા વારંવાર ભુપેન્દ્ર ચોધરીને ટકોર કરવા છતાં પંચાયત ઓફીસમાં વગર કામે આવી બેસી રેહવું, મહિલા તલાટીનો પીછો કરવો, પંચાયતના કામ માટે દબાણ કરવું જેવા માનસિક ત્રાસ આપવામાં આવતા આખરે કંટાળી જઈ મહિલા કર્મચારી દ્વારા માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જોકે ફરિયાદ થયાની જાણ થતા આરોપી ભુપેન્દ્ર ચોધરી ફરાર થઇ ચુક્યો છે.

    ભોગ બનનાર વડ ગામ તલાટી કમ મંત્રીએ જણાવ્યું કે, માંગરોળ તાલુકાના વડ ગામે હું નોકરી કરૂં છું માંગરોળના ભુપેન્દ્ર ભાઈ અહીં રોજ આવે છે અને હેરાન ગતિ કરે છે આશરે બે મહિનાથી રોજ ઓફિસ પર આવી કાગળ પર સહી કરાવવી છે અને એક ટીવી ચેનલના પત્રકાર છે એવું કહી ધમકી આપી છે.

    ઘટનાને લઇ આજરોજ માંગરોળ ખાતે માંગરોળ તલાટી મંડળ પણ એકઠું થયું હતું, મહિલા સાથે થયેલા ગેર વર્તણુકને લઇ તલાટી મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો, તાલુકાના સમગ્ર તલાટીઓએ ભેગા થઇ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના મંત્રી ગણપત વસાવાને પણ સમગ્ર ઘટના બાબતે ફરિયાદ કરવામાં આવી હતી તેમજ મામલતદારને આવેદન પણ આપવામાં આવ્યું હતું.

    ગુજરાત રાજ્ય તલાટી મંડળ પ્રમુખ ભારત ભાઈ આહીરે જણાવ્યું કે, માંગરોળ તાલુકાની એક ટીવી ચેનલના પત્રકાર આ ઓફિસમાં આવી રોજ હેરાનગતિ કરે છે અને આમારી માંગ છે કે, માંગરોળ પોલીસ આવા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરે એવી માંગ છે.

    તલાટી સાથે થયેલા અભદ્ર વ્યવહારની ઘટનાને લઇ મંત્રીને મળવા પહોંચેલા તલાટી મંડળને મંત્રી દ્વારા જેમ બને તેમ જલ્દી કાર્યવાહી કરી ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલવાની બાહેધરી આપવામાં આવી હતી. ઉપરાંત આવા આરોપીઓ વિરુધ સરકાર દ્વારા સખતમાં સખત પગલા લેવામાં આવશેની વાત કરી હતી.

    ગુજરાત રાજય મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે, માંગરોળ તાલુકામાં સરકારી કર્મચારી તરીકે નોકરી કરે છે આ મહિલાને જે કોઈ ઇસમ હેરાન કરવા કે છેડતી કરવાની કામ કરે છે તેને સરકાર ક્યારે છોડશે નહિ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Against, Harassment, જર્નાલિસ્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन