સુરત : શરીર સુખ માણી ન આપ્યા પૈસા, મહિલાએ નોંધાવી ફરિયાદ

News18 Gujarati
Updated: June 6, 2019, 10:22 AM IST
સુરત : શરીર સુખ માણી ન આપ્યા પૈસા, મહિલાએ નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

ઉમરા વિસ્તારમાં યુવતી સાથે શરીર સુખ માણ્યા પછી રૂપિયા નહીં આપતા ગઇકાલે મોડી રાતે બળાત્કારની ફરિયાદ નોંધવવામાં આવી છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતનાં ઉમરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉમરા વિસ્તારમાં યુવતી સાથે શરીર સુખ માણ્યા પછી રૂપિયા નહીં આપતા ગઇકાલે મોડી રાતે બળાત્કારની ફરિયાદ નોંધવવામાં આવી છે. પોલીસે હ્યુમન ટ્રાફિકિંગનાં એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે સુરતનાં ઉમરા વિસ્તાર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે લખાવ્યું છે કે 3 યુવકોએ યુવતી સાથે શરૂર સુખ માણ્યા બાદ રુપિયા આપ્યા વગર ફરાર થઇ ગયા હતાં. જે પછી યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવકો સામે પોલીસે હ્યુમન ટ્રાફિકીંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ બાદ પોલીસે આલોક દુબે નામના વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે અન્ય બે વ્યક્તિની ધરપકડ કરવાની કવાયત હાથ ધરી છે.

મુંબઇમાં પણ બળાત્કારની એક ફરિયાદ નોંધાઇ છે. ખાનગી એરલાઇનમાં કામ કરતી એક એર હોસ્ટેસ સાથે તેના એક મિત્રએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં આ બનાવ બન્યો છે. પોલીસના કહેવા દુષ્કર્મનો આ બનાવ મંગલવારે રાત્રે બન્યો હતો. જ્યાં 25 વર્ષીય સ્વપનીલ બદોડિયા નામના યુવકે તેની મિત્ર તેમજ એર હોસ્ટેસ પર દુષ્કર્મ આચર્યું હતું. સ્વપનીલ યુવતી સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો.
First published: June 6, 2019, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading