સુરત: સુરતમાંથી છેતરપિંડી (Cheating)નો એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાડીના વેપારી (Saree) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વેપારી પોતાના માલ વેચવા માટે સોશિયલ મીડિયા (Social Media)નો સહારો લેતા હતો. તે યુ-ટ્યુબ સહિતના માધ્યમોમાં મોંઘી સાડીઓ મૂકતો હતો. જે બાદમાં કોઈ વેપારી પૂછપરછ કરીને ઓનલાઇન પેમેન્ટ (Online Payment) કરી આપે ત્યારે તે જે બતાવી હોય તે સાડી મોકલવાને બદલે હલકી કક્ષાની સાડી મોકલી આપતો હતો. સાડીઓની ખરીદી કરનારા વેપારીઓ બહારગામ અને મોટાભાગના કેસમાં બીજા રાજ્યના હોવાથી ફરિયાદ કરતા ન હતા. જોકે, હવે આ મામલે ફરિયાદ દાખલ થઈ છે.
સુરતના રેશમવાલા માર્કેટ (Surat reshamwala Market)માં દુકાન ધરાવતો વેપારી મોંઘી સાડીઓના ફોટા સોશિયલ મીડિયા (Social Media) પર મૂકી પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણ રાજ્યોના વેપારીઓ પાસેથી રૂ.1.53 લાખનું ઓનલાઇન પેમેન્ટ (Online payment) મેળવી લીધું હતું. જે બાદમાં તેમને હલકી કક્ષાની સાડી (Saree)ઓ આપતો હતો. આવા વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નહીં થતાં અવાર-નવાર બહારગામના વેપારીઓને છેતરવાની વૃતિ યથાવત રહી છે. જેથી સુરતના ટેક્સટાઈલ વેપારીઓને શાખને પહોંચતાં નુકસાનને પગલે સુરત મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા આવા જ સુરતના એક વેપારી સામે પ્રથમ વખત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટેક્સટાઈલ માર્કેટમાં ઘણાં એવા વેપારીઓ છે કે જેઓ પોતાની દુકાન ચલાવવા માટે સોશિયલ મીડિયા પર મોંઘી સાડીઓ જેવી કે રૂ.1000ની સાડી રૂ.500માં મળતી હોવાનું બતાવીને પોતાના બિઝનેસની જાહેરાત કરે છે. સોશિયલ મીડિયા પર કરાતી આવા પ્રકારની લોભામણી જાહેરાતથી બહારગામનો વેપારી આકર્ષાયને સાડી ખરીદવા તૈયારી બતાવીને પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરે છે.
નીચે ગેલેરીમાં જુઓ: પહેલી જાન્યુઆરીથી બદલાશે આ 10 નિયમ
પાંચ માસ અગાઉ છત્તીસગઢના ઓળખીતા વેપારી ચંદ્રશેખરે એસોસિએશનની કમિટીને જાણ કરી હતી કે રેશમવાલા માર્કેટમાં માતૃશ્રી ક્રિએશનના નામે સાડીનો ઓનલાઇન વેપાર કરતા રાકેશ રાજપૂત યુટ્યુબ ઉપર સસ્તી અને સારી સાડીનો વિડીયો મૂકી અન્ય રાજ્યોના વેપારીઓ પાસેથી ઓનલાઈન પેમેન્ટ મેળવી હલકી ગુણવત્તાની સાડીનો માલ મોકલે છે.
પેમેન્ટ થયાં બાદ તેને એકદમ હલકી કક્ષાની સાડીઓ પાર્સલ કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં તો ફાટેલી અને નુકસાન વાળી સાડીઓ પણ મોકલવાના કિસ્સાઓ ભૂતકાળમાં નોંધાયા છે. ખરીદી કરનારા વેપારી ઘણી વખત ચૂપ રહેતો હોઈ તો ઘણી વખત ટેક્સટાઈલ માર્કેટની સંસ્થાઓ મધ્યસ્થી કરાવી દેતી હોવાથી છેતરપિંડી કરનારા વેપારીઓ તેમની છેતરવાની વૃતિ ચાલુ રાખે છે.
છત્તીસગઢના વેપારી ચંદ્રશેખરે વોટ્સએપ ઉપર મોકલેલા ફોટાના આધારે માલનો ઓર્ડર આપ્યો હતો અને રાકેશે આપેલા એકાઉન્ટ નંબરમાં રૂ.1,13,754 જમા કરાવ્યા હતા. પણ ટ્રાન્સપોર્ટમાં માલ આવ્યો તે એકદમ હલકી કક્ષાનો હતો. આ રીતે જ રાકેશે ઉત્તરપ્રદેશના વારાણસીના વેપારી જીયાલાલસીંગ સાથે રૂ.20,349 ની અને પશ્ચિમ બંગાળના વેપારી રબિ લોચન સાહુ સાથે રૂ.18,858 ની છેતરપિંડી કરી હતી. ત્રણેય વેપારીએ રાકેશ પાસે પૈસા પરત માંગ્યા પણ વાયદા બાદ પરત કર્યા નહોતા.
આ પણ જુઓ- આ ત્રણેય વેપારી દ્વારા સુરતના મર્કન્ટાઈલ એસોસિએશન ફરિયાદ કરતા આ એસોસિયેશનના પ્રમુખ મહેશ કુમાર પાટોડિયાએ સલાબતપુરા પોલીસમાં રેશમવાલા માર્કેટના વેપારી રાકેશ રાજપુત સામે પોલીસ ફરિયાદ કરી છે. આવા વેપારીઓને લીધે બહારગામના વેપારીઓ સાથે થતી ઠગાઈ અટકે તે માટે અમે પોલીસને કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે આ મામલે ગુનો નોંધ વધુ તપાસ શરુ કરી છે