સુરત: 'માથાભારે લાલજી દેસાઈએ 13 લાખની સામે ફાર્મ હાઉસ અને બે લક્ઝરીયસ કાર પડાવી લીધી'

સુરત: 'માથાભારે લાલજી દેસાઈએ 13 લાખની સામે ફાર્મ હાઉસ અને બે લક્ઝરીયસ કાર પડાવી લીધી'
પ્રતિકાત્મક તસવીર

ફાયનાન્સર લાલજી દેસાઈઍ ૧૩ લાખની સામે બે ગાડી અને ફાર્મ હાઉસ મળી કુલ રૂપિયા ૪૯ લાખની પ્રોપટી લખાવી છેતરપિંડી કરી

  • Share this:
સુરત: સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ ધરાવતા રિયલ ઍસ્ટેટ બ્રોકરે વ્યાજે લીધેલા રૂપિયા ૧૩ લાખ પાંચ ટકા વ્યાજ સાથે ચુકવી દીધા હોવા છતાં માથાભારે ફાયનાન્સરે સિક્યુરીટી પેટે મુકેલ ફોરચ્યુનર, બ્રેજા ગાડી અને વાલીયા ખાતે આવેલ ૩૨ લાખની કિંમતનો ફાર્મ હાઉસ પચાવી પાડ્યો છે, તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે ઍસ્ટેટ બ્રોકરની ફરિયાદને આધારે ફાયનાન્સર સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતના સરથાણા જકાતનાકા શિવાંતા પેલેસ ઓમકારા બિલ્ડિંગમાં રહેતા નિકુંજ મનસુખભાઈ રાણપરીયા (ઉ.વ.૩૨) રીંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે ઓફિસ રાખી જમીન મકાનની દલાલીનું કામકાજ કરે છે. નિકુંજભાઈની દોઢ વર્ષ અગાઉ ફાઈનાન્સનું કામ કરતા લાલજી દેસાઈ સાથે પરિચય થયો હતો. દરમિયાન નિકુંજભાઈને ધંધા માટે ધંધા માટે પૈસાની જરૂરીયાત પડતા ડિસેમ્બર ૨૦૧૯માં ફાયનાન્સર લાલજી સવજી દેસાઈ (રહે, મેરીગોલ્ડ સરથાણા જકાતનાકા) પાસેથી પાંચ ટકાના વ્યાજે બે તબક્કામાં કુલ રૂપિયા ૧૩ લાખ લીધા હતા. જેના સિક્યુરીટી પેટે નિકુંજભાઈઍ તેની ફોરચ્યુનર અને બ્રેજા ગાડી ગીરવે મુકી હતી.વલસાડ: બગાસુ ખાતા પતાસુ મળ્યું, આવકવેરા વિભાગે 33 લાખનો દારૂ ઝડપ્યો, Idea જોઈ પોલીસ ચોંકી

વલસાડ: બગાસુ ખાતા પતાસુ મળ્યું, આવકવેરા વિભાગે 33 લાખનો દારૂ ઝડપ્યો, Idea જોઈ પોલીસ ચોંકી

નિકુંજભાઈ દર મહિને રૂપિયા ૬૫ હજાર વ્યાજ ચુકવતો હતો. ત્યારબાદ લાલજી દેસાઈ ઍકાઍક પૈસાની ઉઘરાણી કરવા લાગ્યા હતા અને વ્યાજમાં થોડુ મોડુ થાય તો પેનલ્ટી માંગતા હતા. જેથી નિકુંજભાઈઍ થોડો સમય માંગતા લાલજીઍ સિક્યુરીટી પેટે કોઈ મિલ્કત જમા કરવા માટે કહેતા ભરુચના વાલીયા ખાતે રોયલ વિલેજમાં આવેલ રૂપિયા ૩૨ લાખની કિંમતનો ફાર્મ હાઉસ બતાવ્યો હતો, ત્યારે લાલજી દેસાઈઍ ફાર્મ હાઉસનો દસ્તાવેજ કરી આ્પો તેની સામે ગીરવે મુકેલી બંને ગાડીઓ પરત આપી દેવાનું અને તે ઉપરથી વ્હાઈટના રૂપિયા આપવાના થશે તે બેન્ક ટ્રાન્સફરથી આપી દેવા અને તે પૈસા પરત આપી દેવાનુ નક્કી કરતા નિકુંજભાઈઍ ફાર્મ હાઉસનો દસ્તાવેજ બનાવી આપ્યો હતો અને નક્કી કરેલ મુજબ લાલજીઍ રીપિયા ૨.૨૨ લાખ બેન્કમાં ટ્રાન્સફર કર્યા હતા.

સુરત: 'પૈસા ઉછીના ના આપ્યા', તો પાડોશીએ બાળકની હત્યા કરી 30 કિમી દુર લાશ ફેંકી દીધી

સુરત: 'પૈસા ઉછીના ના આપ્યા', તો પાડોશીએ બાળકની હત્યા કરી 30 કિમી દુર લાશ ફેંકી દીધી

બાદમાં આ પૈસા નિકુંજભાઈઍ પરત તેમના ઍકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ્યા બાદ ગીરવી મુકેલ ગાડીઓની માંગણી કરતા લાલજીઍ ગાડી અન્ય જગ્યાઍ જમા કરાવી છે, ત્યાંથી છોડાવ્યા બાદ આપવાનું કહી ગાડી પરત આપી ન હતી અને માંગણી કરતા ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નિકુંજભાઈ પાસેથી ફાયનાન્સર લાલજી દેસાઈઍ ૧૩ લાખની સામે બે ગાડી અને ફાર્મ હાઉસ મળી કુલ રૂપિયા ૪૯ લાખની પ્રોપટી લખાવી છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે પોલીસે નિકુંજ રાણપરીયાની ફરિયાદ લઈ ફાયનાન્સર લાલજી દેસાઈ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:November 26, 2020, 21:02 pm