સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના ઘરે જમવા માટે આવતા યુવાને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધવા મજબુર કરતો હતો, જોકે મહિલા નહી માનતા અંગત પળોની વીડિયો ક્લિપ વાઈરલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સત્યનારાયણ સોસાયટીમાં રહેતા મહિલાના ભાઈ સાથે એક મિત્ર તેના ઘરે રોજ જમવા માટે આવતો હતો. જમવા આવતા ખગેન્દ્ર ઉર્ફે ભારત બન્ના નાયક પરિણીતાના ફોટા તેની પાસે હોવાનું કહીને અવર નવાર બ્લેકમેલ કરતો અને અંગતપળો માણવાની માંગ કરતો હતો. જેથી પરીણિતાએ એક વખત મજબૂરીમાં ખગેન્દ્ર સાથે મુખમૈથુન કર્યું હતું. આ અંગતપળનો પણ વીડિયો આ યુવાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો અને હવે પરણિતાને શારીરિક સંબંધ બાંધવા માટે મજબુર કરતો હતો, સાથે વિડીયો વાઇરલ કરવાનું કહીને બ્લેકમેલ કરતો.
અંતે પરિણીતાએ તેનાથી પીછો છોડાવવા માટે સત્યનારાયણ સોસાયટીમાંથી પોતાનું મકાન બદલી નાખ્યું હતું, જોકે આ યુવાને મહિલાનો પીછો નહી છોડીને, આ મહિલાને બ્લેકમેઈલ કરવાનું ચાલુ રાખ્યું હતું.
પરંતુ મહિલા તેની ધાક ધમકીથી ડરી નહી અને તેનું કહ્યું ના માન્યું, જેથી યુવાને આ વિડીયો મહિલાના એક સંબંધીને મોકલી આપી મહિલાની બદનામી કરી હતી. ત્યારબાદ પરણિત મહિલાએ હિમ્મત કરી સમગ્ર ઘટના બાબતે પતિને જાણકારી આપી હતી, પતિએ પત્નીનો સાથે આપ્યો અને આ યુવક વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.