સુરત: સહારાના માલિક સુબ્રતો રોય સહિત 12 લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

News18 Gujarati
Updated: November 20, 2019, 8:40 PM IST
સુરત: સહારાના માલિક સુબ્રતો રોય સહિત 12 લોકો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
સુબ્રતો રોય

સુરત શહેરમાં એક વ્યક્તિ દ્વારા વર્ષ 2008 -09માં સહારા ફાઇનાન્સમાં નાણાં રોકવામાં આવ્યા હતા પરંતુ...

  • Share this:
સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનમાં સહારાના માલિક સુબ્રતો રોય સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સહારા ક્યુ શોપના નામે બોન્ડ આપ્યા બાદ પાકતી મુદત વિત્યા છતાં નાણાં પરત ન કરવાને લઇ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત શહેરમાં એક વ્યક્તિ દ્વારા વર્ષ 2008 -09માં સહારા ફાઇનાન્સમાં નાણાં રોકવામાં આવ્યા હતા પરંતુ વર્ષ 2012-13માં સહારા દ્વારા આ નાણાંની રિસિપ્ટો પરત મેળવી લઇને તેમને 12.77 લાખ રૂપિયાના સહારા ક્યુ શોપના બોન્ડ આપવામાં આવ્યા હતા. સહારાને સેબી દ્વારા ફાઇનાન્સ મુદ્દે ડિસ્કવોલીફાય કરવામાં આવતા સહારા દ્વારા ફાઇનાન્સની રિસિપ્ટો લઇને તેમને ક્યુ શોપમાં રોકાણ કરવા માટે જણાવ્યુ હતું. જોકે આ નાણાં વર્ષ 2018માં પાકી જતાંની સાથે તેમને નાણાં પરત મળવા જોઇતા હતા પરંતુ, સહારા દ્વારા તેમને નાણાં પરત કરવામાં ન આવ્યા હતા, તેને લઇને વ્યક્તિ દ્વારા પોલીસમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે સહારાના માલિક સુબ્રતો રોય, સહિત અશોક શ્રીવાસ્તવ, પ્રલયકુમાર પલીત, જીયા રાણા, વિનીતા સક્સેના, સુનાબેન અગ્રવાલ, વંદના ભાર્ગવ, રવિશંકર દુબે, અશોકરાય ચૌધરી, ગોવિંદ તિવારી, વિનોદકુમાર અસ્થાના અને એ આર મિશ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા સંજય મુરારકા દ્વારા ફરિયાદ ખટોદરા પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. સંજય મુરારકા દ્વારા પોતાની પત્ની અને બે બાળકોના નામે નાણાં મુકવામાં આવ્યા હતા. ખાસ કરીને તેમના દ્વારા બાળકોના ભવિષ્ય માટે નાણાંની બચત થાય તે હેતુથી આ નાણાં બોન્ડ સ્વરૂપે રોકવામાં આવ્યા હતા. તેમના દ્વારા આ નાણાં પરત મેળવવા માટે સહારાની સુરત બ્રાન્ચ ખાતે ધક્કા ખવામાં આવ્યા હતાં પરંતુ કંપની દ્વારા તેમને દર વખતે મેટર સુપ્રિમ કોર્ટ અને સેબીમાં હોવાનું ગાણુ ગાઇને પરત કરી દેવામાં આવતા તેઓ દ્વારા આખરે પોલીસનું શરણું લેવામાં આવ્યું હતું.

આ મામલે પ્રથમ દર્શી તો પોલીસે ગુનો નોંધવાની જ ના પાડી દીધી હતી. પરંતુ ત્યારબાદ ફરિયાદી દ્વારા સુરત શહેર પોલીસ કમિશ્નરની પાસે દાદ માંગવામાં આવી હતી. તેથી પોલીસ કમિશ્નર દ્વારા આ બાબતે ગંભીરતાથી લેવામાં આવતા પોલીસે ફરિયાદ લેવાની તસ્દી લીધી હતી. ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ આરંભી દીધી હતી. પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે. શહેરમાં સહારા સામે આ પ્રથમ ફરિયાદ છે. ત્યારે આ મામલે પોલીસ કેવી તપાસ કરે છે તે જોવું રહ્યું. જો કે પોલીસ ધારે તો આ સમગ્ર મામલે હજુ વધુ લોકો સામે આવીને ફરિયાદ કરી શકે તો છેતરપીંડીનો આંકડો વધુ મોટો આવી શકે તેમ છે.
First published: November 20, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading