સુરત : શાળાની પરવાનગી માટે બોગસ ડોક્યુમેન્ટ આપનાર ટ્રસ્ટી સામે ફરિયાદ

સુરતની જ્ઞાનમંદિર શાળાના ટ્રસ્ટીઓ સામે શિક્ષણ વિભાગની ફરિયાદ, શિક્ષણાધિકારીની ટીમે સ્થળ તપાસ કરી હતી

News18 Gujarati
Updated: October 20, 2019, 8:44 PM IST
સુરત : શાળાની પરવાનગી માટે બોગસ ડોક્યુમેન્ટ આપનાર ટ્રસ્ટી સામે ફરિયાદ
પોલીસે શાળાના ટ્રસ્ટી સુભાષ ભાઉરાવ પાટીલ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.
News18 Gujarati
Updated: October 20, 2019, 8:44 PM IST
પ્રજ્ઞેશ વ્યાસ, સુરત : સુરતના (surat) ડિંડોલી (Dindoli) વિસ્તારમાં આવેલી માતોશ્રી સેવા ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન મંદિર શાળા (Gyan mandir school)ના ટ્રસ્ટી (Trustee) વિરૂદ્ધ છેતરપિંડીની (Cheating)ફરિયાદ નોંધાઇ છે. ટ્રસ્ટીએ શાળાની મંજૂરી મેળવવા માટે મિલકતના ખોટા દસ્તાવેજ (Bogus Documents) રજૂ કરી સરકાર સાથે ઠગાઇ કરી હોવાથી સુરત જિલ્લા શિક્ષણાધિકારીની (DEO surat) કચેરી દ્વારા પોલીસ મથકમાં (Police complain) ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

બનાવની વિગતો એવી છે કે શહેરના નવાગામ ડિંડોલી સ્થિત હરિનગર પોલીસ ચોકી પાસે માતોશ્રી સેવા ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન મંદિર સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી વિદ્યાલય આવેલી છે. આ શાળાની માન્યતા મેળવવા માટે સંચાલક સુભાષ ભાઉરાવ પાટીલે સરકારમાં રજૂ કરેલા જમીન મિલકતના દસ્તાવેજમાં ખામી કે ખોટા હોવા ઉપરાંત સરકારે શાળા શરૂ કરવા માટે મૂકેલી શરતોનો ભંગ થઇ રહ્યો હોવાની ફરિયાદ વર્ષ 2018માં કરવામાં આવી હતી. આ ફરિયાદને આધારે જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે સ્થળ તપાસ કરી હતી. આ તપાસમાં શાળાના દસ્તાવેજ ઉપરાંત ઘણી ક્ષતિઓ ધ્યાનમાં આવી હતી. આ રિપોર્ટ સાથે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા બંધ કરવા માટે શિક્ષણ વિભાગને ભલામણ કરી હતી.

આ પણ વાંચો :  AMCમાં જીમ મુદ્દે મેયર અને કમિશનર વચ્ચે ગજગ્રાહ, મેયરે જીમને તાળું માર્યુ

શિક્ષણ વિભાગે આ શાળાની માન્યતા રદ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે સંચાલકે અપીલ કરતા મામલો કારોબારી સમિતિમાં ગયો હતો. સમિતિની બેઠકમાં સંચાલકને સાંભળ્યા બાદ શાળાની મંજૂરી રદ કરવાનો ઠરાવ કરી, શાળા સંચાલક સામે એફ.આઈ.આર દાખલ કરાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશને પગલે શિક્ષણ નિરીક્ષક અરૂણ અગ્રવાલે ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શાળાના ટ્રસ્ટી સુભાષ ભાઉરાવ પાટીલ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
First published: October 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...