સુરતમાં પાટીદાર સમાજની વાડીનું ભાડું વધારતા સમાજનાં લોકો ધરણા પર બેઠાં

ધરણા પર બેઠેલા લોકોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો આ વાડીનું ભાડું ઓછું કરવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું.

News18 Gujarati
Updated: October 12, 2019, 4:19 PM IST
સુરતમાં પાટીદાર સમાજની વાડીનું ભાડું વધારતા સમાજનાં લોકો ધરણા પર બેઠાં
સમાજના લોકો પ્રતિક ઉપવાસ પર બેઠાં
News18 Gujarati
Updated: October 12, 2019, 4:19 PM IST
કિર્તેશ પટેલ, સુરત: સુરતમાં પાટીદાર સમાજ (Patidar Community) દ્વારા લોકો માટે એક વાડી બનાવવામાં આવી છે પણ આ વાડીનું ભાડું એટલું વધારી દેવામાં આવ્યું છે કે, સમાજનાં સામાન્ય માણસો તેનો ઉપયોગ કરી શકતા નથી.

કેમ કે, તેમને પોષાતું નથી. સમાજના કેટલાક લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, સમાજના નામે બનેલી આ વાડી હવે માત્રને માત્ર કમાણી કરવાનું સાધન બની ગયું છે. આ ભાડા વધારાનો વિરોધ કરવા માટે સમાજના કેટલાક લોકો આજે ધરણા પર બેઠા હતા.

આ વાડી સુરતના કતારગામ (Katargam) વિસ્તારમાં આવેલી છે. સમાજના લોકોને પોતાના કોઈ પણ પ્રસંગ માટે બહાર જવું ન પડે તે માટે સમસ્ત પાટીદાર સમાજની નામની એક મિલકત બનાવવામાં આવી હતી.

સમાજના આર્થિક રીતે નબળા પરિવારો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી કે, આ વાડીનું ભાડુ ઓછું કરવામાં આવે જેથી કરીને સમાજનાં તમામ લોકો તેનો લાભ લઇ શકે પણ વાડીના ટ્રસ્ટીઓએ મચક આપી નહોતી.

ધરણા પર બેઠેલા લોકોએ ચિમકી ઉચ્ચારી છે કે, જો આ વાડીનું ભાડું ઓછું કરવામાં નહીં આવે તો, આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું.

 
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...