સુરત: FY B.Comમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઘરમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો

News18 Gujarati
Updated: October 31, 2020, 3:30 PM IST
સુરત: FY B.Comમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ઘરમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો
પ્રતિકાત્મક તસવીર

વિદ્યાર્થીનીએ અચાનક આવેશમાં આવી જઈને પોતાના ઘરમાં કોઈ નહીં હોવાને લઈને ઝેરી દવા પીને આપઘાત કર્યો

  • Share this:
સુરત: રાજ્ય સહિત દેશભરમાં કોરોના(coronavirus)કાળ બાદ આપઘાત(Suicide)ના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક આર્થિક રીતે પરેશાન થઈ તો કેટલાક માનસિક રીતે અથવા શારીરિક પરેશાનીના કારણે આપઘાત કરી લીધો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જો સુરત(Surat)ની વાત કરીએ તો શહેરમાં આપઘાતનો સિલસીલો હજુ રોકાયો નથી. સુરતમાં ગઈ કાલે જ ચાર આપઘાતના મામલા સામે આવ્યા જેમાં ત્રણ મામલા આર્થિક પરેશાનીના કારણે સામે આવ્યા, તો એક વિદ્યાર્થીનીએ માનસિક પરેશાનીના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રથમ આપણે વિદ્યાર્થીના આપઘાતની વાત કરીએ.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ પાલીતાણા(Palitana)ના વતની હતી અને હાલ સુરતના સરથાણાના યોગી ચોક ખાતે યોગી નગર સોસાયટીમાં રહેતી હાર્મી મુકેશભાઈ વઘાસિયા અઠવાલાઇન્સ વિસ્તારની કોલેજમાં એફવાય બીકોમમાં એડમિશન લીધું હતું. જોકે કોરોના લઈને જે રીતે અભ્યાસ બગડી રહ્યો હતો, જેને લઈને સતત માનસિક તણાવ અનુભવી રહી હતી, અને ઘરમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, શુક્રવારે વિદ્યાર્થીની(Student)એ અચાનક આવેશમાં આવી જઈને પોતાના ઘરમાં કોઈ નહીં હોવાને લઈને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, થોડા સમયમાં પરિવારના સબ્યો ઘરે આવ્યા તો દીકરી ગંભીર હાલતમાં ઘરે પડી હતી, તત્કાલીક પરિવારે તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ આ વિધાર્થીનું કરૂણ મોત થયું હતું.

સુરત: Corona 'કાળ' બન્યો, Lockdown બાદ નોકરી ન મળતા મકાન પરથી છલાંગ લગાવી કર્યો આપઘાત

આ પણ વાંચો -  સુરત: Corona 'કાળ' બન્યો, Lockdown બાદ નોકરી ન મળતા મકાન પરથી છલાંગ લગાવી કર્યો આપઘાત

આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. પરિવાર પાસે ઘટનાની માહિતી મેળવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં શુક્રવારે ચાર આપઘાતની ઘટનાઓ સામે આવી છે. બોમ્બે માર્કેટમાં એક વેપારીએ આર્થિક પરેશાનીના કારણે દુકાનમાં જ આપઘાત કરી લીધો હતો. તો બીજી બાજુ વેડરોડ પર બાંકડા પર બેસી એક આધેડે કારકાનાનો ધંધો ઠપ થઈ જતા પરેશાનીમાં આપઘાત કર્યો હતો. જ્યારે ત્રજી ઘટનામાં એક કુરીયર કંપનીમાં નોકરી કરતા આધેડની લોકડાઉન બાદ નોકરી છૂટી જતા પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેના તણાવમાં આવીને મકાન પરથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.
Published by: kiran mehta
First published: October 31, 2020, 2:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading