સુરતના હિરા ઉદ્યોગ માટે આ છે સારા સમાચાર, કલેક્ટરે આપી આવી મંજૂરી


Updated: April 24, 2020, 9:36 PM IST
સુરતના હિરા ઉદ્યોગ માટે આ છે સારા સમાચાર, કલેક્ટરે આપી આવી મંજૂરી
હીરા ઉદ્યોગકારોના શહેરની મહિધરપુરા, કતારગામ, વેડરોડ, વરાછા મિનિ બજારસ્થિત આવેલા 40 જેટલા સેફ્ટી વોલ્ટ ખોલી દેવા માટેની માંગણી સુરત ડાયમંડ એસોસિએશને દ્વારા કરવામાં આવી હતી.

હીરા ઉદ્યોગકારોના શહેરની મહિધરપુરા, કતારગામ, વેડરોડ, વરાછા મિનિ બજારસ્થિત આવેલા 40 જેટલા સેફ્ટી વોલ્ટ ખોલી દેવા માટેની માંગણી સુરત ડાયમંડ એસોસિએશને દ્વારા કરવામાં આવી હતી.

  • Share this:

સુરતઃ એકમાસથી વધુ સમયથી સમગ્ર દેશમાં લોકડાઉનની (lockdown) અસર વચ્ચે શહેરના તમામ ઉદ્યોગોને નાણાંભીડ થવાની શરૂ થઈ ગઈ છે.  એવા સંજોગોમાં હીરા ઉદ્યોગકારોના શહેરની મહિધરપુરા, કતારગામ, વેડરોડ, વરાછા મિનિ બજારસ્થિત આવેલા 40 જેટલા સેફ્ટી વોલ્ટ ખોલી દેવા માટેની માંગણી સુરત ડાયમંડ એસોસિએશને દ્વારા કરવામાં આવી હતી. જેને સુરત જિલ્લા કલેકટર (Surat District Collector) દ્વારા કેટલીક શરતોને આધીન મંજૂરી આપી છે.


આગામી 26 અને 27 એપ્રીલના રોજ બપોરે ત્રણ કલાક માટે હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ સેફટી વોલ્ટ ખોલી શકસે અને તેમાં મુકેલા હિરા , રૂપિયા તેમજ અન્ય કિમતી સાધનો લઇ શકશે. પરંતુ તેની નોધણી પહેલા સુરત ડાયમંડ એસોસીએશન ખાતે કરાવવાની રહેશે.


આ અંગે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ કથિરીયા જણાવે છે કે, એકમાસથી તમામ એકમો બંધ છે. એવામાં ઘણાં બધાંના ધંધા માટે મુકેલા રૂપિયા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા લોકર્સમાં પડી રહ્યા છે.આ ઉપરાંત હીરાના પાર્સલ પણ લોકર્સમાં પડી રહ્યા છે. જેને પગલે શહેરના કેટલાંક ઉદ્યોગકારોના સમૂહની માંગ હતી કે, થોડા દિવસ માટે લોકર વ્યવસ્થા કાર્યરત થાય તો વિવિધ સેફ્ટી વોલ્ટમાં પડેલા રૂપિયા તેમજ કિંમતી સામના કાઢી શકાય, તેમજ રત્નકલાકારોને જે પગાર અને ખર્ચી ચૂકવવાનો બાકી છે. તેની પણ ચૂકવણી પૂરી થઈ શકે. આ રજૂઆત અમે કલેકટરને કરી હતી.


જેને પગલે તા.26 અને 27 એપ્રિલ દરમિયાન શહેરના વિવિધ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિસ્તારના અંદાજે 40છી વધુ સેફ્ટી વોલ્ટને બપોરે 1થી 4ના સમય દરમિયાન ખોલી દેવામાં આવશે. જેને જરૂર છે તેવા ઉદ્યોગકારો જ વોલ્ટમાંથી રૂપિયા કાઢવા માટે જાય તેવી એસોસિએશનની અપીલ છે. અને પહેલા એસોસિએશનને જણાવવામાં આવે જેથી તેમની યોગ્ય વયવસ્થા કરી શકાય સાથો સાથ શોસયલ ડિસ્ટન્સ જાળવી શકાય.

First published: April 24, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading