Home /News /south-gujarat /

સુરત : મોબાઇલ ચાર્જરની ચોરી જેવા મામુલી ઝઘડામાં સાથે કામ કરતા ગાર્ડની હત્યા કરી નાંખી

સુરત : મોબાઇલ ચાર્જરની ચોરી જેવા મામુલી ઝઘડામાં સાથે કામ કરતા ગાર્ડની હત્યા કરી નાંખી

Youtube Video

હત્યા બાદ બે મિત્રોની મદદથી લાશને ઝાડીમાં નાખવા સાથે ઓળખ નહિ થયા તે માટે એસિડ પણ નાખવામાં આવ્યુ હતું, પોલીસે 3 લોકોની કરી ધરપકડ

સુરત : સુરતનાં વેસુ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોબાઈલ ચાર્જર ચોરીના ઝઘડામાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. જોકે યુવાનની હત્યા બાદ તેના પર એસિડ નાખીને તેની ઓળખ છુપાવામાં આવી હતી. પોલીસે આ મામલે હત્યાની જાણકારી આપનાર યુવાન સાથે અન્ય બે માંડીને 3 લોકોની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

બનાવની વિગત એવી છે કે  સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હાઇટેક એવન્યુ પાસે આવેલા મનિરા ગાર્ડન કમ્પાઉન્ડમાં બે દિવસ પહેલાં એક યુવાન નામે ઉમાકાંત રામરાજ તિવારી વોચમેન તરીકે નોકરી કરતો હતો તેની હત્યા કરાયેલી લાશ પોલીસને મળી આવી હતી. તેની હત્યા બાદ લાશને ઝાડીમાં ફેંકી તેની ઓળખ છૂપાવા માટે તેના પર એસિડ પણ નાખવામાં આવ્યું હતું.

જોકે આ યુવાનની લાશ મળી હત્યારે તે કોહવાયેલ હાલતમાં હતી જેને લઇને આ મામલે પોલીસે તપાસ શરુ કરી હતી ત્યારે પોલીસને ખબર પડી હતી તે સમયે પોલીસને રાજેશ પાલ દ્વારા આપવામાં આવી હતી કે તારીખ 4 ફેબ્રુઆરીના રોજ ઉમાકાતંના મોબાઇલનું ચાર્જર ચોરાયું હતું. જેથી તેણે પ્રેમસિંગ પર ચોરીનો આક્ષેપ કરતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

આ પણ વાંચો :  સુરતમાં લુખ્ખાઓ બેફામ! ખૂન કેસમાં નિર્દોષ છૂટેલા Don સુર્યા મરાઠીને 'હાર્દિકે' રહેંસી નાખ્યો

પોલીસે રાજેશ ની પૂછ પરછ કરતા તે તૂટી ગયો હતો અને તેણે પોલીસ સામે કબૂલાત કરી હતી કે તેણે માત્ર લાશ સગેવગે કરવામાં મદદ કરી હતી હત્યા તો તેની સાથે કામ કરનાર પ્રેમસિંગેકરી છે. ચોરી ના આક્ષેપ ને લઇને બંને વચ્ચે ઝગડો થયો હતો અને  ઉશ્કેરાઇને ઉમાકાંત વાંસનો બાંબુ લઇને આવ્યો હતો અને પ્રેમસિંગને મારવા ગયો હતો.

જોકે, પ્રેમસિંગે આ બાંબુ છીનવી લઇને તેના વડે ઉમાકાંતને માર માર્યો હતો. બાંબુ તુટી જતાં જ તેણે પ્લાસ્ટિકના પાઇપ વડે મારવાનું શરૂ કરી દેતા ઉમાકાંતનું મોત થયું હતું.જોકે આ ઘટના બાદ ગભરાયેલ  પ્રેમસિંગ પોતાના મિત્ર સંજય ગોપાલ મિશ્રાને જાણ કરતા તે રાજેશ પાલ સાથે આવ્યો હતો. બાદમાં આ ત્રણેય જણાએ લાશને ચાદરમાં લપેટીના બાઇક ઉપર પલસાણા હાઇવે પર ખજોદ ચાર રસ્તા પાસે ભીમરાડ ગામની સીમમાં ઝાડીમાં ફેંકી દીધી હતી. બાદમાં તેમને લાશની ઓળખ થઇ જશે એમ લાગતા તા.9મી ફેબ્રુઆરીએ ફરી સ્થળ પર જઇને લાશના મોઢા પર એસિડ રેડી આવ્યા હતા.
Published by:Jay Mishra
First published:

Tags: દક્ષિણ ગુજરાત, સુરત, હત્યા

આગામી સમાચાર