સુરત : આજે પોતાના જન્મદિને CM રૂપાણી Coronaની સ્થિતિની સમીક્ષા કરવા શહેરની મુલાકાતે


Updated: August 2, 2020, 11:17 AM IST
સુરત : આજે પોતાના જન્મદિને CM રૂપાણી Coronaની સ્થિતિની સમીક્ષા કરવા શહેરની મુલાકાતે
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઇલ તસવીર

આગામી એક અઠવાડિયામાં સુરતમાં 1200 બેડની નવી કોવિડ હૉસ્પિટલ તૈયાર થઈ જશે, વિજય રૂપાણી અને નીતિન પટેલ સરકારી અને ખાનગી તબીબો સાથે કરશે મુલાકાત

  • Share this:
કોરોના મહામારીના કારણે સુરતમાં સતત દર્દી વધી રહ્યા છે ત્યારે તેને લઇને ગુજરાત રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમ આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે પહેલા સ્ટેમ સેલ હોૉસ્પિટલના બિલ્ડિગમાં કોરોના હોસ્પિટલ બાદ કિડની હોસ્પિટલના બિલ્ડિગમાં કોવીડ હોસ્પિટલ એક મહિનામાં તૈયાર કરાઈ છે જેને લઈનેેે ત્યાં વિભાગના અધિકારીઓ સાથે કોરોનાની સમીક્ષા બેઠક કરશે. સમગ્ર રાજ્યમાં હાલ સુરતમાં જ કોરોનાના કેસ ઘટવાનું  નામ લેતા નથી. તેના કારણે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી સુરતની મુલાકાતે આવવાના છે.

આ મુલાકાત દરમિયાન નવી સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાની જાત મુલાકાત લેવાના છે. જોકે પહેલાથી સિવિલ કેપ્સમાં સ્ટેમસેલ હૉસ્પિટલના બિલ્ડિગમાં કોવીડ હોસ્પિટલ કાર્યરત છે. તેવામાં આગામી એક અઠવાડિયામાં કિડની હોસ્પિટલ કોવિડ હૉસ્પિટલ તરીકે ચાલુ થવા જઈ રહી છે. ત્યારે તેની જાત મુલાકાત લેવાના છે બાદ સિવિલ અને સ્મીમેરના તબીબો ઉપરાંત ખાનગી પ્રેક્ટિસ કરનાર તબીબો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.

આ પણ વાંચો :  સુરત : શહેરમાં Coronaની સ્થિતિ ગંભીર? સ્મીમેર હૉસ્પિટલમાં 20,000 લીટર ક્ષમતાની વધુ એક ઑક્સિજન ટેંક મૂકાઈ

જ્યારે બપોરે 3.10 કલાકે સુરત આવીને સાંજે ૬ 6લાકે રવાના થનાર છે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નિતીન પટેલ  સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ બપોરે 3 કલાકે સુરત આવી પહોંચશે. ત્યારબાદ સિવિલ કેમ્પમસાં આવેલી કોવિડ-૧૯ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલની મુલાકાત લેશે.

જોકે કોરોના દર્દી અહીંયા વધ્યા છે ત્યારે તેમની સારવાર માટે એક મહિના માં કિડની હોસ્પિટલ કાર્યરત કરવાની જાહેરાત બાદ આગામી એક અઠવાડિયા આ હોસ્પિટલ કાર્યરત થવાની છે ત્યારે વધુ 1200 બેડ ની અતિ આધુનિક હોસ્પિટલ કાર્યરત થવાની છે ત્યારે આ હોસ્પિટલ ખાતે જાત નિરીક્ષણ કરવા માટે અને ત્યાર બાદ અધિકારી સાથે એક સમીક્ષા બેઠક કરીને કોરોના મહામારી ની ચિતાર મેળવા માટે ખાસ સુરત આવી રહ્યા છે
Published by: Jay Mishra
First published: August 2, 2020, 11:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading