કોરોના સામે લડવા સુરતમાં 100 કરોડના ખર્ચે બે Covid હૉસ્પિટલ ઊભી કરાશે : CM રૂપાણી

કોરોના સામે લડવા સુરતમાં 100 કરોડના ખર્ચે બે Covid હૉસ્પિટલ ઊભી કરાશે : CM રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતને કોરાનાથી બચાવવા મોટા નિર્ણયો કર્યા

સુરતની કિડની હૉસ્પિટલ અને સ્લીમસેલ હૉસ્પિટલને સંપૂર્ણપણે કોવિડ હૉસ્પિટલમાં તબદીલ કરાશે, સાંજ સુધીમાં 200 વેન્ટીલેટર સુરતમાં પહોંચી જશે.

 • Share this:
  સુરત : સુરતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા 15 દિવસથી વધારે આવી રહ્યા છે. ગકઈકાલે રેકોર્ડબ્રેક 248 કેસ પોઝિટિવ આવ્યા. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. હીરા માર્કેટ અને હીરાના કારખાનાઓમાં કોરોના વકરતા તેને બંધ કરવાની નોબત આવી. ગાંધીનગરથી કોરોના મેનેજમેન્ટમાં ગોથું ખવાઈ ગયું હોય તેવું જણાતા પહેલાં જયંતિ રવિ દોડ્યા પરંતુ મામલો હાથ બહાર નીકળતો જણાતા રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કમાન સંભાળી. સુરતને કોરોનાથી બચાવા માટે રૂપાણી આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અધિકારીઓનો રસાલો લઈ સુરત પહોંચી ગયા છે.

  મુખ્યમંત્રીએ જણાવ્યું સરકારે સુરતની સંપૂર્ણ ચિંતા અમે એક એક મિનિટ કરી રહ્યા છે. સુરતમાં કોરોનાને કેમ નિયંત્રીત કરવો તેના માટે સરકાર પુરા પ્રયત્નો કરી રહી છે. અમે અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો અને સરકારી અને ખાનગી તબીબો સાથે મીટિંગ કરી છે. આ મીટિંગ બાદ અમે મીડિયા સામે આવ્યા છીએ. સરકાર છેલ્લા એક અઠવાડિયાથી વીડિયો કૉન્ફરન્સથી મીટિંગ કરતા આવ્યા છે. આજે અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે.  સુરતની કિડની હૉસ્પિટલ અને સ્ટેમસીલ હૉસ્પિટલને ઝડપથી 100 કરોડના ખર્ચે કોવિડ હૉસ્પિટલ બને. જો ભવિષ્યમાં કેસ વધે તો આપણી પાસે તૈયારી હોય તેવી વ્યવસ્થા કરાશે. સરકાર કોરોનાને આડો હાથ આપી રોકી શકે નહીં. પરંતુ સરકાર હૉસ્પિટલ અને બેડની વ્યવસ્થા કરવામાં આવશે.

  નિયમો તોડશે તે બજાર, કારખાનાને ગમે ત્યારે બંધ કરી દેવાશે

  સીએમ રૂપાણીએ જણાવ્યું કે સુરતમા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલમાં કેસ વધી રહ્યા છે. અમારા કિશોરભાઈ અને સી.આર. પાટીલ આજે તમામ આગેવાનો સાથે મીટિંગ કરશે. જ્યાં હીરા અને ટેકસટાઇમાં સંક્રમણ વધ્યુ છે. એનાથી સંક્રમણ ન વધે તે અંગે શું કરવું તે સાથે બેસી નક્કી કરાશે. સંક્રમણ વધતું હશે તો આપણે એને કાબૂમાં કરવું જ પડશે જે નિયમ તોડશે તે બજાર કે કારખાનાને ગમે ત્યારે બંધ કરાવી દેવાશે.

  લૉકડાઉન હવે ક્યારેય લાગુ નહીં થાય રૂપાણી

  સીએમ રૂપાણીએ જણાવ્યું કે હવે સંપૂર્ણ લૉકડાઉન ક્યારેય લાગુ નહીં થાય જ્યાં કેસ વધશે ત્યાં માઇક્રો કન્ટનમેન્ટ કરી અને બંધ કરવામાં આવશે. સુરતીઓ 104 પર ફોન કરી અને કોરોના માટે મદદ મેળવી શકશે.

  સુરતની મુલાકાત બાદ CM રૂપાણીએ કરેલી મહત્વની જાહેરાત

  • રૂ.100નાં ખર્ચે બે કોવિડ હોસ્પિટલનું નિર્માણ

  •  કોરોનાનાં દર્દીને અદ્યતન સારવાર અપાશે

  •  સુરતમાં 100 ધન્વતરી રથ 500 સ્થળોએ ફરશે

  •  સુરતમાં બે દિવસમાં 200 વેન્ટિલેટર પહોંચાડાશે

  •  કોરોના દર્દીને મોબાઇલ વાપરવાની અપાઇ છૂટ

  •  બેડ ઓછા હોય તેવી કયાંય ફરિયાદ નહીં આવે

  •  રોજ સાંજે વીડિયો કોન્ફરન્સથી સ્થિતિ પર સમીક્ષા

  •  સંક્રમણ રોકવા નિયમ નહીં પળાય તો ફેકટરી બંધ કરાશે

  •  ડાયમંડ-ટેક્ષટાઇલ ફેકટરી અંગે આગામી સમયમાં લેવાશે નિર્ણય


  આ પણ વાંચો :  કોરોનાનો કહેર : દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 22,771 કેસ નોંધાયા, 442 લોકોનાં મોત


  જયંતિ રવિ મેડમ કેસ છૂપાવે છે! સીએમ બોલ્યા મને ખબર નથી


  પ્રેસ કૉન્ફરન્સ દરમિયાિન પત્રકારોએ મુખ્યમંત્રીની પૂછ્યું કે સાહેબ ગઈકાલે જિલ્લામાં 58 કેસ હતા જયંતિ રવિ મેડમે 14 કેસ જ દર્શાવ્યા, તેઓ કેમ કેસ છૂપાવે છે? આ મામલે મુખ્યમંત્રીએ તુરંત જ એવો જવાબ આપ્યો હતો કે મને ખબર નથી બીજું કઈ


  ગઈકાલે 248 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો

  સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે ગઈકાલે સાંજે વધુ 248 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 190 જયારે ગ્રામીણ વિસ્તારમાં 58 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5967 પર પહોંચી છે, જયારે આજે 12 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 226 પર પહોંચ્યો છે, તેવામાં આજે 87 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

  આ પણ વાંચો :  ઉડતા રાજકોટ : કૉલેજના વિદ્યાર્થીઓ ગાંજો ખરીદતા રંગેહાથ ઝડપાયા, પાનમાવાની જેમ ખુલ્લેઆમ વેચાણ

  પાંચ દિવસથી 20 પ્લસ કેસ, વરાછા એપી સેન્ટર સમાન

  છેલ્લા ચાર દિવસથી સુરતમાં 200 થી વધુ કેસો સુરતમાં આવી રહ્યા છે, અને કતારગામ અને વરાછામાં તો કેસો ગંભીર રીતે વધી રહ્યા છે. જેને લઇને મુખ્ય મંત્રી વિજય રૂપાણી સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણ ને પગલે ત્યાંની આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજજતાનો ચિતાર મેળવવા આવતી કાલે શનિવારે 4 જુલાઈએ સવારે સુરત દોડી આવશે.
  Published by:News18 Gujarati
  First published:July 04, 2020, 11:46 am

  ટૉપ ન્યૂઝ