CM રૂપાણીનો Video Edit કરી વાઇરલ કરનાર ઝડપાયો, CMની પદ-પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનું કર્યું કૃત્ય

CM રૂપાણીનો Video Edit કરી વાઇરલ કરનાર ઝડપાયો, CMની પદ-પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનું કર્યું કૃત્ય
સીએમ વિજય રૂપાણીનો એડિટીંગ વીડિયો વાયરલ કરનાર ઝડપાયો

સોશ્યલ મીડિયાના માધ્યમથી કાયદો અને વ્યવસ્થાને અસર થાય તથા જનતામાં ગભરાટ ફેલાય તેવી પોસ્ટ સતત ફરી રહી છે

  • Share this:
સુરત : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી CM Vijay Rupaniની પદપ્રતિષ્ઠા અને ગરીમાને હાની થાય તેવી એડિટીંગ વીડીયો કલીપ (Video Clip) બનાવીને સોશ્યલ મીડીયા (Social Media)માં વાયરલ કરનારને સુરત ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch)ની ટિમે દબોચી લીધો છે. સુરત (Surat)ના આ યુવકની ધરપકડ (Arrest) કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

હાલ Covid-19 કોરોના વૈશ્વીક મહામારી ચાલી રહી છે અને આ મહામારી સંદર્ભે સોશ્યલ મીડિયાના માધ્યમથી કાયદો અને વ્યવસ્થાને અસર થાય તથા જનતામાં ગભરાટ ફેલાય તેવી પોસ્ટ સતત ફરી રહી છે, જોકે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી સમાજમાં ફેલાતો ડર દૂર કરવા માટે પોલીસે ખાસ આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.



આ પણ વાંચોરાજકોટમાં કરૂણ ઘટના : ભાભી માએ વાત કરવાનું બંધ કરતા 15 વર્ષના દિયરે કર્યો આપઘાત, પરિવાર શોકમાં ગરકાવ

જોકે આવી કોઇ અફવા સોશ્યલ મીડીયાના માધ્યમથીના ફેલાય અને આવી કોઇ અફવા ધ્યાને આવે તો આવી પ્રવૃતિને અંકુશીત કરી આવા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતી હોવાને ધ્યાને રાખી સુરત પોલીસ ટેકનીકલ ટીમ સોશ્યલ મીડીયામાં મોનીટરીંગ કરી રહેલ તે દરમ્યાન ઇન્ટાગ્રામ એપ્લીકેશના આઇ.ડી. gujju_smaily ના યુજર દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીની પદ, પ્રતિષ્ઠાને હાની થશે તેવું જાણવા છતા મુખ્યમંત્રીની એક વીડીયો કલીપ વાયરલ કરી હતી.

આ પણ વાંચોસુરત : કામરેજના કોળી ભરથાણાના ફાર્મ હાઉસમાં જુગારધામ પર દરોડો, વરાછાના સંજય પટેલ સહિત 6 ઝડપાયા

વીડીયો કલીપમાં મુખ્યમંત્રીનો ફોટો એક ઓડિયો કલીપ સાથે એડીટીંગ કરી બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું, જે અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા આ મામલે તપાસ કરતા આ વિડીયો સુરતમાં માનસી ફલેટસ, કોઝવે રોડ, સીંગણપોર ચાર રસ્તા પાસે રહેતા કિશન અરવીંદભાઇ રૂપાણી નામના યુવાને બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચોરાજકોટ: 'ઓ સાથી રે તેરે બીના ભી કયા જીના', Corona પણ પતિ-પત્નીને ન કરી શક્યો વિખુટા, સાથે મળ્યું મોત

પોલીસે તાત્કાલિક આ યુવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. તેણે સોશ્યલ મીડીયાનો દુરઉપયોગ કરતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની પૂછપરછ કરતા યુવાને કરેલ ગુનાની કબૂલાત કરતા પોલીસે આ યુવાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:April 12, 2021, 22:16 pm

ટૉપ ન્યૂઝ