સુરત : સુરતમાં (Surat) આજે આહીર સમાજના (aahir Comminity)સમૂહ લગનમાં (Mass Marriage) ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી ( CM Vijay Rupani) હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં નવદંપતીને આશીર્વાદ આપવાની સાથે તેમણે કોઈ પણ સમાજ ને ગુજરાતના ચાર શહેરમાં કન્યા છાત્રાલય (Girls Hostel) ખોલવું હોય તો સમાજને જમીન આપવાની જાહેરાત કરી હતી.
સુરતના ગોડાદરા વિસ્તારમાં આજે આહીર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું. પી.એમ. મોદીના 'ફીટ ઈંન્ડિયા મિશન' થીમ પર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પ્રદેશ પ્રમુખ જીતુ ભાઈ વાઘાણી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં 297 દંપતીના સમૂહ લગ્નમાં પર્યાવરણ જાગૃતિ માટે તમામ દંપતીને કરિયાવરમાં સી.એમના હસ્તે તુલસીનો છોડ આપવામાં આવ્યો હતો.
સી.એમ દ્વારા આહીર સમાજ ને કાનીયા છાત્રાલય માટે જે અમદાવાદમાં જગ્યા આપવામાં આવી છે તેને લઈને સમાજ તરફથી ખાસ આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સી.એમ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે કોઈ પણ સમાજ દ્વારા ગુજરાતના અમદાવાદ વડોદરા અને રાજકોટ ખાતે કન્યાઓ માટે છત્રાલય ખોલવું હોય તો સરકાર તેમને જમીન આપશે તેવી જાહેરાત પણ કરી હતી
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર