Home /News /south-gujarat /

સ્વચ્છ સુરતની બગડી શકે છે સૂરત, 1800થી વધુ સફાઈ કામદારો ઉતર્યા હડતાળ પર

સ્વચ્છ સુરતની બગડી શકે છે સૂરત, 1800થી વધુ સફાઈ કામદારો ઉતર્યા હડતાળ પર

પ્રતિકાત્મક તસવીર

પગાર વધારવાની જગ્યાએ મનપા દ્વારા પગાર ઘટાડો કરવામાં આવ્યો છે.

સુરત આમ તો દેશ સાથે વિદેશમાં સફાઈ માટે જાણીતું છે, ત્યારે સફાઈ માટે જાણીતું સુરત શહેર આગામી દિવસમાં કચરાના ઠગલામાં ફેરવાઈ જાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. કારણ કે રાત્રી દરમિયાન સફાઈ કરતા 1800થી વધુ કર્મચારી હડતાળ પર ઉતરી ગયા છે. કારણ કે પગાર વધારવાની જગ્યાએ મનપા દ્વારા પગાર ઘટાડો કરવામાં આવ્યો છે.

સુરત આમ તો સ્વચ્છતા માટે જાણીતું છે, સ્વચ્છતા માટે અનેક એવોર્ડ પણ લઇને આવ્યુ છે, ત્યારે આ એવોર્ડ માટે સુરતમાં રાત્રી દરમિયાન શહેરમાં સફાઈ કરતા કામદારોનો સૌથી મહત્વનો ફાળો રહેલો છે. પરંતુ હાલમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેનાથી લાગી રહ્યું છે કે સુરતની સૂરત બગડી શકે છે. હાલમાં કર્મચારી દ્વારા હડતાલ કરવામાં આવી છે જેને લઇને શહેરમાં રાત્રી દરમિયાન સફાઈ કરવામાં આવી નથી રહી, જો આ હડતાળ વધુ લાંબી ચાલી તો આગામી દિવસમાં શહેરમાં કચરાના ઢગ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, રાત્રી સફાઈ કામદારનો પગાર 204 હતો, તે છેલ્લા 3 મહિનાથી ઘટાડીને 140 રૂપિયા કરી નાખવામાં આવ્યો છે.

આગામી દિવસમાં મહાનગર પાલિકામાં સફાઈ કામદારની ભરતી થવા જઈ રહી છે, છેલ્લા 9 વર્ષથી શહેરની સફાઈ કરતા આ કર્મચારીઓને વધારે પગાર અને વધુ પ્રાથમિકતા મળે તેવી માંગ કરી છે. જો આગામી દિવસમાં મહાનગરપાલિકા દ્વારા તેમની માંગ નહી સંતોષાય તો અચોક્કસ મુદ્દની હળતાલની પણ તેમણે તૈયારી કરી દીધી છે. કાયમી સફાઈ કામદારો, જે કામ કરે તેના કરતા વધુ કામ કરીને આ કર્મચારી શહેરને સાફ રાખે છે, ત્યારે આ મામલે આગામી દિવસમાં આ મામલે શાસકોને પણ રજુવાત કરવામાં આવશે.
Published by:kiran mehta
First published:

Tags: SMC, સુરત, હડતાલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन