સુરત એરપોર્ટમાં ક્લાસ વન અધિકારી રૂપિયા 30000ની લાંચ લેતા ઝડપાયા છે. અન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મળતી માહિતી મુજહ,. સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા જોઇન્ટ જનરલ મૅનેજર ( એન્જિનિયરિંગ-સિવિલ), રાધા રમણ ગુપ્તા 30,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.
આ કેસની વિગત એવી છે કે, આ કેસનાં ફરીયાદીને સુરત ઐરપોર્ટમાં એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાકટ ચાલતો હતો અને એના કૂલ બિલની ટકાવારી પેટે આ કામના આરોપી (રાધા રમણ ગુપ્તા) એ રૂ.30000/-ની લાંચ ની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેમણે સુરત એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો અને ફરિયાદનાં આધારે આજ રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યુ હતું. આ છટકા દરમિયાન આરોપીએ લાંચના રુ.૩૦,૦૦૦/ રૂપિયા લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
લાંચનું છટકું આરોપીની ઓફિસમાં (એન્જિનિયરીંગ પ્રોજેક્ટ ઓફીસ. સુરત એરપોર્ટ) ગોઠવાયું હતું. આ ટ્રેપ પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. વણારે ગોઠવી હતી.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર