Home /News /south-gujarat /

સુરતઃ મિલકતમાં નામ દાખલ કરવા માટે 65 હજારની લાંચ લેતા સીટી સર્વેયર ઝડપાયા

સુરતઃ મિલકતમાં નામ દાખલ કરવા માટે 65 હજારની લાંચ લેતા સીટી સર્વેયર ઝડપાયા

આર સી મકવાણાની તસવીર

મિલકતમાં નામ દાખલ કરવા માટે અધિકારીએ એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

    કિર્તેષ પટેલ, સુરતઃ સરકારી કામકાજ કરાવવા માટે કેટલાક સરકારી અધિકારીઓ લાંચ માંગતા હોય છે. પરંતુ આવા કેટલાક લાંચિયા અધિકારીઓ એસીબીની ટ્રેપમાં પણ ફસાઇ જતા હોય છે. સુરત એસીબીની ટ્રેપમાં સીટી સર્વેયર રંગે હાથે ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે.

    મળતી માહિતી પ્રમાણે આર સી મકવાણા નામના અધિકારી સુરત સીટી સર્વેમાં ફરજ બજાવે છે. તેમની પાસે શહેરના જાગૃત વ્યક્તિ પોતાની મિલકત નોંધણી કરવા માટે આવ્યા હતા. જેઓ એક વર્ષ પહેલા મિલકત નોંધણી કરાવવા માટે અરજી કરી હતી. મિલકતમાં નામ દાખલ કરવા માટે અધિકારીએ એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

    જોકે, જાગૃત નાગરીકે મિલકતમાં નામ દાખલ કરાવવાનું કામ 65,000 રૂપિયામાં નક્કી કર્યું હતું. જોકે, જાગૃત નાગરિકે આ અંગેની જાણ સુરત એસીબીને કરી હતી. જેના પગલે એસીબીના અધિકારીઓએ આર.સી. મકવાણાને રંગે હાથે પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.

    આ પણ વાંચોઃ-ભરૂચઃ દોઢ વર્ષથી ખેતરોમાં ટ્રાંસફોર્મર તોડી કોપર ચોરતી ટોળકી પકડાઇ

    જાગૃત નાગરિક નક્કી કરેલી રકમ સાથે સીટી સર્વેની ઓફિસમાં આપવા માટે જાય છે ત્યારે આર.સી. મકવાણાને એસીબીની ટીમે રંગે હાથે ઝડપી લીધા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: ACP trap, Bribe, City curvey office, દક્ષિણ ગુજરાત, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन