Home /News /south-gujarat /

ચૂંટણી દરમિયાન લાંચ કે ધાક-ધમકીની ફરિયાદ માટે 1950 નંબર પર ફોન કરો

ચૂંટણી દરમિયાન લાંચ કે ધાક-ધમકીની ફરિયાદ માટે 1950 નંબર પર ફોન કરો

પ્રતિકાત્મક તસવીર

જ્‍યારે કોઇપણ ઉમેદવાર કે મતદાર કે વ્‍યક્‍તિને કોઇપણ ઇજા પહોંચાડવાની ધાક ધમકી આપવા માટે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧-ગ મુજબ એક વર્ષની કેદ અથવા દંડ અથવા બન્ને થઇ શકે છે.

    સુરત: લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૧૯નું વિગતવાર જાહેરનામું આવતીકાલ તા.૨૮/૩/૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ થનાર છે. આચારસંહિતાના ચુસ્ત અમલ થાય તે માટે બનાવવામાં આવેલી એ.સી.સી., એફ.એસ.ટી., ફલાઈગ ટીમો કાર્યરત છે.

    સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે તા.૨૫/૧/૨૦૧૯ થી ચુંટણીલક્ષી માહિતી મેળવવા જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે ૧૯૫૦ કાર્યરત કરવામાં આવ્યો હતો. જેમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ૧૩૦, ફેબ્રુઆરી મહિના દરમિયાન ૨૨૬૧, માર્ચ મહિનાની તા.૨૬મી સુધીમાં ૯૯૬ મળી કુલ ૩૩૮૭ જેટલી વિવિધ મતદારયાદી કે ચુંટણીલક્ષી માહિતી મેળવવા માટે હેલ્પલાઈનનો ઉપયોગ મતદારોએ કર્યો જિલ્લાના કંટ્રોલ રૂમની હેલ્પ લાઈન અને ફરિયાદના નોડલ અધિકારી આર.ડી.બલદાણીયાએ જણાવ્યું હતું.

    ફલાઈગ સ્ટેટેટીક ટીમ ચૂંટણી દરમિયાન કોઇપણ વ્‍યક્‍તિને તેના મતાધિકારનો ઉપયોગ માટે પ્રલોભન આપવાના ઉદ્દેશથી, રોકડ કે વસ્‍તુની લાંચ લેવી કે આપવા માટે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧-ખ મુજબ જ્‍યારે કોઇપણ ઉમેદવાર કે મતદાર કે વ્‍યક્‍તિને કોઇપણ ઇજા પહોંચાડવાની ધાક ધમકી આપવા માટે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧-ગ મુજબ એક વર્ષની કેદ અથવા દંડ અથવા બન્ને થઇ શકે છે.

    જેઓ સામે કાર્યવાહી કરવાના હેતુસર સુરત જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ફલાઇંગ સ્‍ક્‍વોડ ઊભી કરવામાં આવી છે. જે ધ્‍યાને લઇ નાગરિકોને લાંચ આપવા કે ધાક-ધમકી આપવા અંગેની માહિતી જિલ્લાના ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર જાણ કરવી તેમ જણાવવામાં આવ્યુ છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Helpline number, Lok sabha polls, ગુજરાત, ભારત, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन