દિવાળી આવતા લોકો મોટા (Diwali 2020) પ્રમાણ માં ખરીદી કરતા હોય છે ત્યારે વેપારી આ સમયે ગ્રાહકોને બ્રાન્ડેડ (Branded Shoes) કંપનીના નામે નકલી વસ્ત પકડાવતા હોય છે ત્યારે આજે સીઆઇડી ક્રાઇમ (CID Crime) દ્વારા સુરતનાં વેડરોડ વિસ્તારમાં (એહીોૂ) આવેલા બે વેપારી ને ત્યાં દરોડા પાડીને નાઈકી (Nike)કંપનીના શૂઝ સાથે તેને પેકિંગ કરવાનો સમાન મળી 71 લાખનો મુદામાલ (Dupliceate Shoes of Nike caugh) કબજે કરી બે લોકોની પોલીસે ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે
સુરત શહેર આમતો ગુજરાત ઔધોગિક નગર તરીકે ઓળખાય છે, અહીંયા રહેતા લોકો મોટા પ્રમાણમાં વારતહેવાર આવતા ખરીદી કરતા હોય છે,ત્યારે હાલમાં ઓનલાઈન વેપારમાં વેપારી પણ ગ્રાહકને નકલી વસ્તુ વેચી રહ્યા છે, જોકે આ બાબતે કંપનીના કર્મચારીઓને ખબર પડતા આજે સીઆઇડી ક્રાઇમ દ્વારા સુરતના વેડ રોડ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં અડાજણ ખાતે આવેલા ગાર્ડન સોસાયટી , શાલીમાર સોસાયટીની બાજુમાં અડાજણ પાટીયા ખાતે રહેતા રઇસ અહમદ મોતીવાલા વેડરોડ ખાતે ફટાકડાવાળીમાં , પ્લોટ નં . - 4 માં આવેલ " નવ શકિત ફેશન " નામની દુકાન ધરાવે છે જોકે પોલીસે દરોડા પાળિયા ત્યારે તેમની ત્યાંથી NIKE કંપનીના ડુપ્લીકેટ બુટ , ચંપલ ( સ્લીપર ) સાથે મળી કુલ રૂ . 36,18,500 / - નો મુદામાલ તથા આરોપીના પાસેથી મળી આવેલ ધંધાના ઉપયોગમાં લીધેલ મોબાઇલ નોટબુકો , ડાયરીઓ , ચોપડો , ટ્રાન્સપોર્ટ બીલ , રબ્બર સ્ટેમ્પ , જે તમામની 10,84,500 / - સાથે કુલ મુદામાલ કિ.રૂ. રૂ 49,77,540 / - ના મુદામાલ સાથે વેપાર ધંધો કરતા મળી આવી કોપીરાઇટ એકટનો ભંગ કરેલ હોવાને લઇને તેના વીરૃહ કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.
જયારે બીજા બનાવમાં અમરોલી કોસાડ આવાસમાં રહેતા અને વેડ રોડ ઉપર , ફટાકડાવાળીમાં , પ્લોટનં . 1 માં ભોયતળીયે આવેલ દુકાન ના માલિક સાહીલ ઇરફાન શેખ પોલીસે દરોડા પાળિયા હતા ત્યારે અહિયાંથી પણ પોલીસ ને NIKE કંપનીના ડુપ્લીકેટ બુટ ના કુલ રૂ . 21,82,500 / - નો મુદામાલ તથા આરોપીના પાસેથી મળી અન્ય સમાન મળી કુલ્લે પોલીસે 21.95 લાખનો મુદામાલ કબજે કર્યો બંને જગ્યા પર દરોડા પાડીને પોલીસે 71.73 લાખનો મુદામાલ કબજે કર આ બંનેવ આરોપ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટનો ગુનો નોંધી બંન આરોપી ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે