Home /News /south-gujarat /

સુરતઃ સિટી બસે ચાર લોકોને અડફેટે લીધા, એક માસૂમ બાળક સહિત બેનાં મોત

સુરતઃ સિટી બસે ચાર લોકોને અડફેટે લીધા, એક માસૂમ બાળક સહિત બેનાં મોત

    કિર્તેશ પટેલ, સુરત

    સુરતમાં શહેરમાં બેફામ દોડતી સિટી બસે ચાર નિર્દોષ લોકોને લીધા હતા.જેમાં સિટી બસની ઠોકરે એક માસુમ બાળકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. ઉધના વિસ્તારમાં બનેલી ઘટના બાદ સિટી બસ ચાલક ફરાર થઇ ગયો હતો.

    ઘટનાને પગલે લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે, જ્યારે અન્ય બે ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

    શહેરના ઉધના જીવન જ્યોત રોડ પર સિટી બસે અકસ્માત સર્જ્યો હતો. બસના ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ચાર લોકો અડફેટે આવી ગયા હતા. જેમાં એક બાળક સહિત બે લોકોનાં મોત થયા છે. બીજી બાજુ અકસ્માત સર્જી બસ ચાલક ફરાર થઇ ગયો હતો, જેથી રોષે ભરાયેલા બાળકના પરિવારજનોએ રસ્તા પર ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી ડ્રાઇવર ઝડપાય નહીં ત્યાં સુધી બાળકનો મૃતદેહ નહીં સ્વીકારવાની ચિમકી ઉચ્ચારી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Children die

    આગામી સમાચાર