સુરત: 'Lockdownમાં ગુટખા વેચે છે', ગઠીયાઓ નકલી અધિકારી બની દુકાનદાર પાસે 25000નો તોડ કરી ગયા


Updated: April 5, 2020, 3:50 PM IST
સુરત: 'Lockdownમાં ગુટખા વેચે છે', ગઠીયાઓ નકલી અધિકારી બની દુકાનદાર પાસે 25000નો તોડ કરી ગયા
પ્રતિકાત્મક તસવીર

લોક્ડાઉનની સ્થિતીમાં દિલ્હી એન્ટી કરપ્શન બ્યુરોનો સ્ટાફ કઇ રીતે સુરત આવી શકે? જેથી દુકાનદારને ખ્યાલ આવ્યો કે, આ લોકો નકલી અધિકારી બનીને આવ્યા

  • Share this:
કોરોના વાઇરસને લઇને એક બાજુ લોકડાઉં છે, ત્યારે કરિયાણાની દુકાનવાળા આ સમયે દુકાન ખુલ્લી રાખીને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ આપતા હોય છે, ત્યારે સુરતના સચિન વિસ્તારમાં એક દુકાનમાં પત્રકાર અને કલેકટર ઓફિસના અધિકારી બનીને આવેલા ગઠીયાઓએ ગુટકાનું વેચાણ કેમ કરે છે, તેમ કહીને ખંડણી પેટે રૂપિયા માંગતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

કોરોના વાઇરસને લઇને એક બાજુ દેશભરમાં લોકડાઉન ચાલે છે, ત્યારે સુરતના સચિન વિસ્તારમાં અલગ અલગ રાજ્યના લોકો કાપડ મિલમાં મજૂરી કરે છે, અને આજ વિસ્તારમાં રહે છે ત્યારે આવા લોકોને જીવન જરૂરિયાતનો સમાન મળી રહે તે માટે સચિન જીઆઇડીસી વિસ્તારમાં શિવનગર સોસાયટીમાં માં અંબે કિરાણા સ્ટોર નામની દુકાન ચાલુ રાખવામાં આવી હતી.

દુકાનમાં ત્રણ યુવાનો જબરજસ્તી ઘુસી ગયા હતા, દુકાનદાર સુરજ ગણેશ કેશરવાણી ને ત્રણ પૈકી એક યુવાને પોતે ન્યુઝ ચેનલનો પત્રકાર યોગેશ મિશ્રા અને બીજાએ રાજુ ત્રિવેદી અને ત્રીજાએ દિલ્હી એન્ટી કરપ્શન બ્યુરોનો વિનોદ યદુવંશી તરીકે ઓળખ આપી.

તેમણે સુરત જિલ્લા ક્લેકટરના આદેશથી આવ્યા હોવાનું કહી દુકાનમાં મોબાઇલ ફોન વડે વિડીયો શુટીંગ ઉતાર્યુ હતું, ત્યાર બાદ ત્રણેય જણાએ દુકાનમાં વિમલ ગુટખાનું વેચાણ કરો છો એમ કહી દુકાન સીલ મારવાની ધમકી આપી હતી. જો દુકાન સીલ ના મારવી હોય તો રૂ. 25 હજાર આપવા પડશે, ગભરાયેલા દુકાનદારે પૈસા આપી દીધા હતા.

ત્યાર બાદ દુકાનદારને શંકા ગઇ હતી કે, લોક્ડાઉનની સ્થિતીમાં દિલ્હી એન્ટી કરપ્શન બ્યુરોનો સ્ટાફ કઇ રીતે સુરત આવી શકે? જેથી દુકાનદારને ખ્યાલ આવ્યો કે, આ લોકો નકલી અધિકારી બનીને આવ્યા હતા, અને તેમની પાસેથી રૂપિયા પડાવી ગયા છે. તેણે તાતકાલિક આ અંગે સચીન જીઆઇડીસી પોલીસ મથકમાં જાણ કરી હતી, અને ત્રણેય ઠગબાજો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
First published: April 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading