Home /News /south-gujarat /

સુરત : રોકડના બદલે ડૉલરના સોદાની ઑફર મળે તો ચેતજો, યુવકે 4 લાખ રૂપિયા ગુમાવ્યા

સુરત : રોકડના બદલે ડૉલરના સોદાની ઑફર મળે તો ચેતજો, યુવકે 4 લાખ રૂપિયા ગુમાવ્યા

લાલગેટ પોલીસે ગડ્ડી ગેંગના સાગરિતની ધરપરકડ કરી હતી.

ડૉલર આપવાનો સોદો પાડી અને યુવક સાથે છેતરપિંડી કરનાર ગડ્ડી ગેંગના મકસુદ ઉર્ફે કિરણ નશદિન શેખને પોલીસે ઝડપી પાડ્યો

સુરતમાં (Surat) છેલ્લા લાંબા સમયથી ગડ્ડી ગેંગ (Gaddi gang surat) સક્રિય થઈ હતી. આ ગેંગ વેપારીઓ અને રોકાણકારોને ડૉલર (Cheating on name of dollar) આપવાના નામે છેતરતી હતી. આ ગેંગે સુરતના લાલગેટ વિસ્તારમાં એક યુવાનને (Lalgate surat) ડોલર આપવાની લાલચ આપીને તેની પાસેથી રોકડા રૂપિયા ચાર લાખ લઈને રૂમાલમાં ડોલરની જગિયા પર કાગળની ગદ્દી આપીને છેતરપિંડી કરવાની ઘટના બાદ છેતરપીંડીનો ભોગ બનનારે આ મામેલ પોલીસ (Lalgate police) માં ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્વઝ કાર્યવાહી કરી છે

સુરતમાં છેતરપિંડી કરતી અનેક ગેંગ સક્રિય થઈ છે ત્યારે લાલગેટ વિસ્તરમાં રહેતા એક યુવાને છેલ્લા લાંબાસમય થી શક્રિય  થયેલ ગડ્ડી ગેંગ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે સુરત ના લાલગેટ વિત્તરમાં રહેતા એક યુવાન ને રૂપીયાના બદલામાં 20 ડોલરની 1253 નંગ નોટો આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી રોકડા રુપીયા 4,00,000 / - લઈ જઈ ડૉલરની જગ્યાએ પેપરના કાગળની થપ્પીઓ રૂમાલમાં વિંટાળી આપી ભાગી જઈ અગાઉથી કાવત્રુ રચી એકબીજા ની મદદગીરી કરી ફરીયાદી સાથે છેતરપીંડી ઠગાઈ કરી હતી.

આ પણ વાંચો :   સુરત : ઢોંગી ભૂઈમાનાં ધતિંગનો પર્દાફાશ, સંતાન પ્રાપ્તીની વિધિના નામે થતી હતી લૂંટ

આ બાબતે પોલીસ મથકમાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે બાતમીના આધારે એક આરોપી ને છપરાભાઠા અમરોલી ખાતેથી   મકસુદ ઉર્ફે કિરણ નશદિન શેખને પોલીસે ઝડપી પડ્યો હતો. ત્યારે આરોપીએ મકસુદ ઉર્ફે કિરણે કબૂલ્યુ હતું.  તેણે જણાવ્યું હતું કે તેઓ શહેરમાં ડૉલરની હેરફેરના નામે લોકોને ભોગ બનાવી અને પૈસા છેતરપિંડી કરે છે.

જોકે પકડાયેલ આરોપી પૂછપરછ કરતા આરોપી એ કરેલ ગુનાની કબૂલાત કરતા લાલગેટ પોલીસે આસિયામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરુ કરી છે. સુરત શહેરમાં અનેક રોકાણકારો ટેક્સથી બચવા માટે રોકડમાં રોકાણ કરતા હોય છે ત્યારે આ કિસ્સો તમામ લોકો માટે ચેતવણીરૂપ છે.

આ પણ વાંચો :  સુરત : કોરોના મહામારી વચ્ચે વરાછાના હીરા વેપારીનું 40 કરોડમાં ઉઠમણું, ડાયમંડ જગતમાં ડરનો માહોલ

દરમિયાન પોલીસની તપાસમાં આ આરોપી કુખ્યાત ગડ્ડી ગેંગનો સભ્ય હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસ દ્વારા પણ આવા ગુનેગારોના કાવતરાનો ભોગ બનતા લોકોને અટકાવવા માટે અપીલ કરવામાં આવી છે કે જો કોઈ આવી વ્યક્તિ સોદો કરવા આવે તો તમામ ખરાઈ કર્યા બાદ જ લેવડદેવડ કરવી જોઈએ.
Published by:Jay Mishra
First published:

Tags: Coronavirus, Gujaratinews, Surat Crime, Surat news, Surat police, ઠગાઇ, ડોલર, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन