પુણા ગામ અયોધ્યાનગરમાં સી.એસ.સી સેન્ટરના સંચાલકને એસબીઆઈ (SBI)બેન્કનું ગ્રાહક સુવિધા સેન્ટર ચાલુ કરાવી આપવાને બહાને કલકત્તાની સી,એસપી બેન્ક મિત્ર નામની વેબસાઈટના કર્તાહર્તા દ્વારા ટૂકડે ટૂકડે કરી કુલ રૂપિયા 28 હજાર પડાવી લીધા બાદ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઈ છે.
અમરોલી ઉત્રાણ સુમન સ્વર્ગ ખાતે રહેતા મૂળ ભાવનગરના ઉમરાળાના જાળીયા ગામના વતની ભાવીન ધીરુભાઈ માણીયા પુણા ગામ અયોધ્યાનગરમાં છ મહિનાથી સી.એસ.ચી સેન્ટર ચલાવે છે. ભાવીને એસ.બી.આઈ બેન્કનું ગ્રાહક સુવિધા કેન્દ્ર ચાલુ કરવાનું હતુ જે માટે ઓફિસના કોમ્પ્યુટરમાં ઓનલાઈન ગ્રાહક સુવિધા કેન્દ ચાલુ કરવા માટે માહીતી મેળવતો હતો અને સી.એસ.પી બેન્ક મિત્ર નામની વેબસાઈડ ઉપર તમામ વિગતો ભરીને ઈમેઈલ કર્યો હતો.
ત્યારબાદ 31 ઓગસ્ટ 2019ના રોજ અંબિકા મુખજી રોડ સોદેપુર કલકત્તા ખાતેથી અજાણ્યાનો ફોન આવ્યો હતો અને ભાવીનભાઈને એક મેઈલ મોકલ્યો હોવાનું કહી તેમા જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ ઈમેઈલથી મોકલી આપ્યા હતા. જેમાં ચુંટણીકાર્ડ, ઓફિસનું લાઈડબીલ તથા ફોર્મ ભરીને મોકલ્યું હતું.
ત્યારબાદ ૪ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ ફરી ફોન આવ્યો હતો ત્યારે મને રૂપિયા 15,600 ભરવા પડશે તેપૈકી હાલમાં 36,000 ભરવા પડશે કેમ કહી એકાઉન્ટ નંબર આવ્યો હતો જે એકાઉન્ટમાં ભાવીનભાઈએ 3600 ભર્યા હતા. ત્યારબાદ એક આઈડી અને પાસવર્ડ એસએમએસથી મોકલ્યો હતો. જે વેબસાઈડમાં આઈડી પાસવર્ડ નાંખી ખોલી જાતા ઓપરેટ ન થતા બાકીના ભરવાના થતા રૂપિયા ૧૨૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.
તેના ગણતરીના કલાકો બાદ ફરી એક ઈમેઈલ આવ્યો હતો જેમાં રૂપિયા 50 હજાર ભરવાના કહેતા પૈસા ભરવાની ના પાડી ભરેલા પૈસાની માંગણી કરતા એક વર્ષ બાદ આપવાનું કહી ટુકડે ટુકડે કરી વધુ 12,660 ભરાવ્યા હતા. ભાવીનને કુલ રૂપિયા 28,660 ભરેલા જે રૂપિયા પરત મળ્યા ન હતા અને વધુ પૈસા ભરવા માટે શંકા ગઈ હતી. ભાવીનને ખ્યાલ આવી ગયો કે તેની સાથે એસબીઆઈ બેન્કના ગ્રાહક કેન્દ્ર સુવિધા ચાલુ આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી પ્રોસેસીંગ ફી નામે કુલ રૂપિયા 27,660 પડાવી લીઝા બાદ એસબીઆઈ બેન્ક ગ્રાહક કેન્દ્ર ચાલુ કરાવી નહી પ્રોસેસીંગ ફી પેટે લીધેલા રૂપિયા પરત નહી આપી વિશ્વાસધાત કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર