સુરત: પોલીસ માટે માથાનો દુખાવો બનેલો ચેઈન સેન્ચર ઝડપાયો, 9 ગુના ઉકેલાયા

News18 Gujarati
Updated: December 13, 2019, 6:30 PM IST
સુરત: પોલીસ માટે માથાનો દુખાવો બનેલો ચેઈન સેન્ચર ઝડપાયો, 9 ગુના ઉકેલાયા
સુરત પોલીસે ચેઈન સ્નેચર ઝડપ્યો

પકડાયેલો આરોપી શહેરના 17 જેટલા ગુનાના વોન્ટેડ હતો આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડીને 9 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે

  • Share this:
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરમાં મોબાઈલ અને ચેઇન સ્નેચિંગ કરનાર એક રીઢા ગુનેગારને ઝકડી પાડયો છે, જેની પાસેથી 7થી વધુ મોબાઈલ ફોન તેમજ 8 નંગ સોનાની ચેઇન કબજે કરીને શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનના 9 જેટલા ગુના ઉકેલી કાઢવામાં આવ્યા છે.

શહેરમાં મોબાઈલ સ્નેચિંગ અને સોનાની ચેઇનના સ્નેચિંગના બનાવો વધી રહયા હતા ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આવા ગુના ઉકેલવામાં માટે મહેનત કરી રહી હતી તે દરમિયાન ભેસ્તાન આવાસમાં રહેતા રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં પોલીસને આખરે સફળતા મળી છે. પોલીસ જાપતામાં ઉભેલા આરોપીનું નામ છે સોયેબખાન ઉર્ફે લાલ રહીસખાન પઠાણ તેઓ શહેરના અલગ વિસ્તારમાં મોબાઈલ પર્સ તેમજ બેગ અને સોનાના ચેઇનની સ્નેચિંગ કરીને મોટર સાયકલ પર ફરાર થઈ જતો હતો.

આ પકડાયેલ આરોપીઓ પૈકી અન્ય સહ આરોપી મળી વહેલી સવારે અલગ અલગ વિસ્તારમાં ચોરીને અંજામ આપતા હતા અને ચોરી કરીને મોબાઈલ અને ચેઇન મહારાષ્ટ્રમાં વેચી નાખતા હતા, તેમજ ચોરી કર્યા બાદ પોલીસના હાથે ન પકડાય તે માટે આવાસ વિસ્તારમાં અલગ અલગ આવાસના ધાબા પર સુઈ જતો હતો. પરંતુ આખરે પોલીસના હાથે પકડાઈ ગયો હતો. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી કુલ 7 નંગ મોબાઈલ તેમજ 8 નંગ સ્નેચિંગ કરેલ સોનાની ચેઇન સહિત કુલ 4.53 લાખનો મુદ્દામાલ કબજે કરીને શહેરના 9થી વધુ ગુનાની કબૂલાત કરી છે.

તમને જણાવી દઈએ કે, પકડાયેલો આરોપી શહેરના 17 જેટલા ગુનાના વોન્ટેડ હતો આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડીને 9 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ પકડાયેલા આરોપીઓની મોડ્સ ઓપરેન્ડીની વાત કરીએ તો વહેલી સવારે શહેરના અલગ વિસ્તારમાં ભાડેથી લીધેલી મોટર સાયકલ લઈને રીક્ષા બેસીને જતા પેસેન્જરોના પર્સ કે મોબાઈલ તેમજ સોનાની ચેઇનનું સ્નેચિંગ કરીને ગુનાને અંજામ આપતા હતા.
First published: December 13, 2019
વધુ વાંચો
अगली ख़बर