સુરતઃ વડાપાઉંમાંથી કાનખજૂરો નીકળ્યાનો વીડિયો વાયરલ, મનપાએ રૂ.25,000નો દંડ ફટકાર્યો

News18 Gujarati
Updated: September 27, 2019, 6:56 PM IST
સુરતઃ વડાપાઉંમાંથી કાનખજૂરો નીકળ્યાનો વીડિયો વાયરલ, મનપાએ રૂ.25,000નો દંડ ફટકાર્યો
વાયરલ વીડિયોની તસવીર

આ વીડિયો સુરતના વૈશાલી વાડાપાઉંનો હોવાનું સામે આવ્યું છે. જોકે, સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદ મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ સુરત (surat)સાથે અનેક શહેરમાં ખાવાપીવાની વસ્તુમાં જીવાત સાથે કોઈ જગ્યા પર વંદો તો કોઈ જગ્યા પર ઈયર નીકળવાની ઘટના બનતી હોય છે. ત્યારે સુરતના વડાપાંઉમાં (Vadapau)કાનખજૂરો (centipede) નીકળ્યાનો (video) વીડિયો સોશિયલ મીડિયામાં (social media)વાઈરલ (viral) થતા લોકોમાં રોષ જોવા મળી રહીયો છે. જો કે આ વીડિયો સુરતના વૈશાલી વાડાપાઉંનો હોવાનું સામે આવ્યું છે. જોકે, સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદ મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

શહેરના રૂસ્તમપુરામાં વિસ્તારમાં આવેલી વૈશાલી વડાપાઉની દુકાન આવેલી છે. જેમાં ગતરોજ એક ગ્રાહક દ્વારા વડાપાઉ મંગવવામાં આવ્યું હતું. જોકે વડામાંથી મૃત કાનખજૂરો નીકળતા તે ચોકી ઉઠ્યો હતો. અને આ બાબતે દુકાનદાર ને જાણકારી આપી હતી દુકાનદારે આ બાબતે કોઈ જવાબ નહીં. આપતા આ ગ્રાહકે વડાપાઉં નો વીડિયો બનાવ્યો હતો અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકી દીધો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ સિવિલ હૉસ્પિટલમાં બૉમ્બના મૅસૅજથી પોલીસ દાડતી થઇ

વીડિયો જોયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહીયો હતો કારણકે આ વડાપાઉં સુરત ના ખુબ જ પ્રખયાત છે અને સુરતમાં 4 જેટલે બ્રાન્ચ ધરાવે છે ત્યારે દુકાનદારની આવી બેદરકારી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે, જોકે ફૂડ સેફ્ટીના નિયમો માત્ર કાગળ પરના છે તંત્ર દ્વારા કોઈ ચેકિંગ કરવામાં નથી આવતું તે આ ઘટના પરથી સાબિત થાય છે. ત્યારે આ વીડિયોને લઈને લોકોમાં રોષ ભભૂકી રહીયો હતો ત્યારે આજે આરોગ્ય વિભાગ દ્વારા આજે આ દુકાનમાંથી સેંપલ લઈને કાર્યવાહી કરવામાં આવી છે.
First published: September 27, 2019, 6:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading