સુરત : લાજપોર જેલમાં નારાયણ સાંઈની બેરેક પાસેથી મોબાઇલ મળી આવ્યો, 5 કેદી સામે ગુનો દાખલ


Updated: October 24, 2020, 9:26 AM IST
સુરત : લાજપોર જેલમાં નારાયણ સાંઈની બેરેક પાસેથી મોબાઇલ મળી આવ્યો, 5 કેદી સામે ગુનો દાખલ
નારાયણ સાઇ અને મોબાઇલ કાંડના કારણે મધ્યસ્થ જેલ વિવાદમાં

પોલીસે બળાત્કારના ગુનાનો આરોપી નારાયણ સાંઇ, સુરત ગેંગરેપનો આરોપી તારીક કૂતુબુદ્દીન સૈયદ, અમદાવાદમાં હત્યાનો આરોપી મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગદીયા અને નવીન દલપત ગોહિલ સામે ગુનો નોંધ્યો

  • Share this:
ગુજરાતની સૌથી હાઈટેક જેલ ફરી વિવાદમાં આવી  છે. અહીંયા ગંભીર ગુનાઓમાં  સંડોવાયેલા આરોપીને રાખવામાં આવે છે, પણ આ જેલને મોબાઇલ શોપ પણ કહી શકાય કારણ કે છાસ વારે મોબાઈલ ફોન મળી આવતા હોય છે. ત્યારે ગતરોજ ચેકિંગ દરમિયાન નારાયણ સાઈની  બેરેક પાસેથી મોબાઈલ ફોન મળી આવતા પોલીસે નારાયણ સાઈ સહીત 5 આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.  લાજપોર ગુજરાતની સૌથી હાઈટેક જેલમાં ગણવામાં આવે છે. સુરત ની આ જેલ લાજપોર ને જેલ કહેવી કે મોબાઇની શોપ તે સમજવું મુશ્કેલ પડી રહ્યુ છે.કારણકે આ હાઇટેક જેલમાંથી અવાર નવાર મોબાઇલ ફોન મળી આવવાની ઘટના બનતી હોય છે, ત્યારે ગતરોજ જેલમાંથી ફરી એકવાર મોબાઇ ફોન મળી આવ્યો છે.

આઆરોપીના  બેરેકમાં ટોઇલેટના ડોર પાસેથી 1 મોબાઇલ મળ્યો હતો. આ મોબાઇલ બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા પામેલો નારાયણ સાંઇ સહિત 5 પાકાકામના કેદીઓ ઉપયોગ કરતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. . જેના આધારે પોલીસે બળાત્કારના ગુનાનો આરોપી નારાયણ સાંઇ, સુરત ગેંગરેપનો આરોપી તારીક કૂતુબુદ્દીન સૈયદ, અમદાવાદમાં હત્યાનો આરોપી મુસ્તાક આલમ પરમાર, પરેશ ઉર્ફે પાંચા જોગદીયા અને નવીન દલપત ગોહિલ સામે ગુનો નોંધ્યો છે.

આ પણ વાંચો :  પોરબંદર : વીરભનુની ખાંભી પાસે જીપ કમ્પાસે સર્કલમાં ટક્કર મારી, ASIનું મોત, એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત

લાજપોર જેલની ઝડતી સ્ક્વોડે 20મીએ બપોરે યાર્ડ નં-એ-2ની બેરેકમાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તપાસ કરતા બે બેરેકની વચ્ચે કોમન ટોઇલેટની અંદરના ટોઇલેટની તપાસ કરતા દરવાજા પાસેથી મોબાઇલ મળી આવ્યો હતો. સીમ અને બેટરી સાથે ઢાંકણ વગરનો મોબાઇલ બીનવારસી મળી આવ્યો હતો.

પાકાકામનો કેદી નવીન ગોહિલ ફોન પર વાત કરતો હતો. ચેકિંગ આવતા ફોન સંડાસ તરફ ફેંકી દીધો હતો. બેરેકમાં રહેતા ભુપત ચૌહાણની જેલ સ્ટાફે પૂછપરછ કરતા જણાવ્યું કે, નારાયણ સહિત 5 કેદી 3થી 4 દિવસથી બિનવારસી મોબાઇલથી વાતચીત કરતા હતા.જેલમાંથી મોબાઇલ મળવાની ઘટનામાં અમે નારાયણ સાંઇ સહિત પાંચ પાકાકામના કેદીઓની સામે સચિન પોલીસમાં ફરિયાદ આપી છે.આ પણ વાંચો :  કેશોદ : બહેનના પ્રેમ લગ્નથી નારાજ હતો ભાઈ, બનેવીને ગોળી મારી હત્યા કરવાનો કર્યો પ્રયાસ

હાલમાં પાંચેય પાકાકામના કેદીઓને હાઇ સિક્યુરિટી યાર્ડના બેરેકમાં મુકી દીધા છે. જોકે, જેલ સત્તાધીશો દ્વારા આ મામેલે સચિન પોલીસમાં ફરિયાદ આપીને આ મામલે તપાસ શરુ કરી છે, ત્યારે સવાલ એ થાય છે કે  રાજ્યની આટલી મોટી હાઈટેક જેલ માં મોબાઈલ ફોન આવ્યો ક્યાંથી.

તેવામાં જેલના કર્મચારી પણ આવા કાળમાં સામીલ હોવાનું ભૂતકાળમાં સામે આવ્યુ છે તેવામાં આ મામલે પોલીસ  કોની પૂછપરછ કરે છે અને કોની સામે કર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું છે.
Published by: Jay Mishra
First published: October 24, 2020, 9:26 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading