સુરત: દંપતીને લાફો મારનાર TRB જવાનની દાદાગીરીનો CCTV Video સામે આવ્યો

સુરત: દંપતીને લાફો મારનાર TRB જવાનની દાદાગીરીનો CCTV Video સામે આવ્યો
ટીઆરબી જવાને સિગ્નલ પર થોડા આગળ આવી ગયેલા દંપતીને તમાચો મારી દીધો હતો

ટીઆરબી જવાને સિગ્નલ પર થોડા આગળ આવી ગયેલા દંપતીને તમાચો મારી દીધો હતો

  • Share this:
સુરત : શહેરમાં ટીઆરબી જવાનનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ટીઆરબી જવાને સિગ્નલ પર થોડા આગળ આવી ગયેલા દંપતીને તમાચો મારી દીધો હતો. જે બાદ શિક્ષક દંપતીએ આ અંગે ટીઆરબી જવાન સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે જવાને પણ આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. માત્ર ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરવાની સત્તા હોવા છતાં પણ દંપતીને તમાચો મારતો TRB જવાન સીસીટીવીમાં કેદ થયો છે. મહત્વનું છે કે, શિક્ષક પત્ની ગર્ભવતી હોવાને કારણે પતિ તેમને શાળામાં મૂકવા જતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.



સુરતના કતારગામ ખાતે રહેતા હેમાલીબેન પટેલ અઠવાલાઇન્સ ખાતે આવેલી સિટીઝન ટોટ્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. હેમાલીબહેન પોતાના પતિ જીગ્નેશભાઇ સાથે મોપેડ પર શાળાએ જવા નીકળ્યા હતા. આઠવાલાઇન્સ ખાતે આવેલી ચોપટી પાસેના સિગ્નલ પર તેમનું મોપેડ થોડું આગળ નીકળી ગયુ હતું. સિગ્નલ રેડ થઇ જતા આ દંપતી ઉભા રહી ગયા હતા ત્યારે ત્યાં ટ્રાફિક નિયમન કરતો ટીઆરબી જવાન આ દંપતી પાસે આવ્યો હતો. તેણે દંપતીને ધમકાવતા કહ્યું હતું કે, સિગનલ બંધ થઇ ગયું તે દેખાતું નથી કહીને માથાકૂટ કરવા લાગ્યો હતો.



આ કર્મચારીને ટ્રાફિક નિયંત્રણ કરવાની કામગિરી આપી હોવા છતાંય પોતાની ફરજ છોડી આ દંપતી સાથે જઇને માથાકૂટ શરુ કરી હતી. જોતજોતામાં આ માથાકૂટે ઉગ્ર અસ્વરૂપ લઇ લેતા ટીઆરબી જવાન બિપિન ચરેલ દ્વારા દંપતીમાં પતિને એક લાફો મારી દીધો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

આ પણ વાંચો - સુરત : સિગ્નલ પર વાહન આગળ આવી જતા TRB જવાને ઝીંકી દીધો લાફો, દંપતીએ કરી ફરિયાદ

જો કે આ ઘટનાના પગલે દંપતીએ આ જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ જવાને પણ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આમ ફરી એક વાર શહેરીજનને તમાચો મારી આ જવાન દ્વારા વિવાદ ઉભો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ટીઆરબી જવાનો પોતાની દાદાગીરીને લઈ વિવાદમાં આવી રહ્યા છે. ટ્રાફિકના નિયમોના પાલન કરાવવા માટે તેમને જે જવાબદારી આપવામાં આવી છે, તેના બદલે દાદાગીરી વધીરે કરી વાહન ચાલકોને પરેશાન કરવાનું કામ કરતા હોય તેવા વીડિયો સામે આવી રહ્યા છે.
Published by:kiran mehta
First published:October 07, 2020, 18:19 pm

ટૉપ ન્યૂઝ