સુરતમાં દરોજ રસ્તે જતા લોકો ના હાથમાંથી ધૂમ ઝડપે બાઇક પર આવેતા યુવાનો મોબાઈલ સ્નેચિંગ કરી પળભરમાં જ ફરાર થઇ જતા હોય છે ત્યારે સુરતના વરાછા રોડ પર પરિવાર સાથે જતા એક વ્યક્તિના હાથમાંથી સ્નેચરો બાઈક પર આવીને મોબાઈલ ઝૂંટવી કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં (CCTV Video of Varcha Mobile snatching) કેદ થઇ જવા પામી હતી. જોકે આ ઘટના બાદ પોલીસે આ આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
સુરતના રસ્તા પર તમે ચાલતા જતા હોય તો સાવધાન થઈ જજો કારણકે રસ્તા પર ચાલતા સમયે મોબાઈલ પર વાત કરવી ભારે પડી શકે છે. કારમ કે અહીંયા ધૂમ બાઇક પર આવતા ઈસમો તમારી નજર સામે તમારો મોબાઈલ ફોન લઈને પળભરમાં થઈ જશે છૂમંતર
આ પણ વાંચો : સુરત : મામુલી રકમની લેતીદેતીમાં થઈ હતી કરપીણ હત્યા, પોલીસે પિન્ટુ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો
બનાવની વિગત એવી છે કે કે સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા માર્ગ પર એક વ્યક્તિ પોતાના સંતાનો સાથે સામાન લઈને ચાલીને આવતો નજરે પડ્યો હતો. આ વ્યક્તિ વીડિયોમાં જોવા મળતા મુજબ ફોનમાં વાત કરવામાં વ્યસ્ત જણાયા છે. દરમિયાન આ સમયે જ બે સમડીઓ ધૂમ ઝડપે બાઇક પર આવી અને ઘડીના છઠ્ઠા ભાગમાં મોબાઇલ ઝૂંટવી અને છૂમંતર થઈ ગઈ હતી. ભોગ બનનાર વ્યક્તિ આ ઘટનામાં કઈ સમજે તે પહેલાં તો સમડીઓ ગાયબ થઈ ગઈ હતી.
ઘટનાના મામલે આ યુવાન દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે, મોબાઈલ સ્નેચિંગની સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV)માં કેદ થઇ જતા પોલીસે હવે આ સીસીટીવીનાં (CCTV) આધારે ગુનો નોંધી આરોપી પકડી પાડવાની કવાયત હાથ ધરી છે. જોકે સ્થાનિક લોકોના મતે આ વિસ્તારમાં સાંજ પાડવાની સાથે આવી એક બે ઘટના દરોજ બને છે.
આ પણ વાંચો : સુરત : જીલાની બ્રિજ પર મોતના કૂવાનો ખેલ કરતા લબરમૂછિયા ઝડપાયા, જોખમી સ્ટન્ટનો વીડિયો
આ વિસ્તારો છે મોબાઇલના હોટસ્પોટ
જોકે પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટે પણ રજૂઆત કરી છે, જોકે આ ટોળકી વરાછાના ખોડીયાર નગર રોડ, ભાતની વાડી વાળો રોડ, માનગઢ ચોક મેઇન રોડ, અંકુર ચાર રસ્તાથી મેઇન રોડ અને અશ્વનિકુમાર મેઇન રોડ તેમજ અશ્વનિકુમાર ગામ, તળ વિસ્તારમાં તમામ જગ્યાએથી મોબાઈલની ચીલ ઝડપને સૌથી વધુ અંજામ આપી રહી છે, ત્યારે આવા ઈસમો આ જ વિસ્તાર નહિં પણ સમગ્ર શહેરમાં આવી ઘટનાને અંજામ આપતા આવ્યા છે, ત્યારે આ ઈસમો હાલ પણ પોલીસ પકડથી દૂર છે જેના લીધે હાલ તો મોબાઇલ સ્નેચરો સુરત પોલીસ માટે માથાનો દુખાવો બની રહ્યા છે.