સુરત : બેફામ કારે પલટી મારતા 'મોતના કૂવાનો ખેલ,' અકસ્માતનો Live વીડિયો CCTVમાં કેદ

સુરત : બેફામ કારે પલટી મારતા 'મોતના કૂવાનો ખેલ,' અકસ્માતનો Live વીડિયો CCTVમાં કેદ
અકસ્માતના આ વીડિયોમાં કાર ફૂટબૉલની જેમ ફંગોળાતી જોવા મળી છે.

સુરતના વેસુ વિસ્તારમાં ગઈકાલના રોજ સર્જાયેલી અકસ્માતની ઘટનાનો CCTV વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

  • Share this:
સુરતના વેસુ વિસ્તારમાં ગઈકાલના રોજ સર્જાયેલી અકસ્માતની ઘટનાનો CCTV વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. કાર ચાલક શ્યામ મંદિર થી વેસુ તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન બેફામ ચાલતી કાર ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ ઘટના કોઈ મોતના કૂવાના ખેલ જેવી હતી. જોકે, નજીકની દુકાનમાં પહેલાંથી જ રેકોર્ડ થઈ રહેલા વીડિયોમાં સમગ્ર અકસ્માતનો વીડિયો કેદ થઈ ગયો હતો. તહેવારોમાં પૂરપાટ ગતિએ કાર હંકારતા પહેલાં આ વીડિયો જોઈ અને સાવચેતી રાખવાની જરૂરિયાત છે નહીંતર તમારી સાથે તમારા પરિવારની દિવાળી પણ બગડી શકે છે.

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે આવી જ એક ઘટના સુરતના વેસુ વિસ્તારમાંથી સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલક સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવી બેઠો હતો. જેના કારણે કાર પલટી મારી ગઈ હતી. અને અકસ્માત સર્જાયો હતો.આ ઘટના બાદ ત્યાં આસપાસ હાજર રહેલા લોકો અને 2 સિક્યુરિટી ગાર્ડ ઘટના સ્થળે દોડીને પહોચી જાય છે અને ગાડીમાં બેઠેલા લોકોને બહાર કાઢવો પ્રયત્ન કરે છે.





અકસ્માતની આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલ એક કેમરામાં કેદ થઈ ગઈ હતી. અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ હજીરા વિસ્તારમાં ફૂલ સ્પીડે દોડતાં ટ્રેલરે ત્રિપલ અકસ્માત સર્જ્યો છે. ત્રણ વાહનોનેને ટક્કર માર્યા બાદ ટ્રેલર ઉભુ રહે છે. કાર, ટેમ્પો અને ઓટો રિક્ષાને ટક્કર વાગતાં તેમાં બેઠેલા લોકોને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચો :  સુરત : 'પાછળનો ગેટ કેમ બનાવ્યો, બંધ કરવો પડશે,' ગોડાઉન માલિક પર હુમલો, ઘટના Videoમાં કેદ

જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ શુભમ રોડવેઝના ટ્રેલરના ડ્રાઈવરની ઘટના સ્થળે દોડી આપેલી પોલીસે અટકાયત કરી છે. ડ્રાઈવરે બ્રેઈક ફેઈલ થઈ હોવાથી અકસ્માત સર્જાયાનું રટણ ચાલું રાખ્યું છે.

આ પણ વાંચો :  સુરત : 12 લાખના સોના સાથે 2 ગેંગસ્ટર ઝડપાયા, અમરસિંહ હત્યા-લૂંટ, અપહરણનાં 37 ગુનામાં સામેલ

સુરતના ચંદ્રશેખર આઝાદ  બ્રિજ પર પણ મોતના કૂવાનો ખેલ કેમેરામાં કેદ થયો હતો

થોડા દિવસો પહેલાં સુરત શહેરના ચંદ્રશેખર આઝાદ બ્રિજ જેને સ્થાનિકો ઝીલાની બ્રિજ તરીકે પણ ઓળખે છે તેના પર બેજવાબદાર રીતે સ્કૂટર પર સ્ટન્ટ કરતા લબરમૂછિયા કેદ થયા હતા. આ અકસ્માતના વીડિયોએ પણ સોશિયલ મીડિયામં ખૂબ ચર્ચા જગાવી હતી. ત્યારે ફરી એક વાર સુરત શહેરમાં અકસ્માતનો  એક વીડિયો વાયરલ થયો છે.
Published by:Jay Mishra
First published:November 10, 2020, 17:49 pm