Home /News /south-gujarat /

સુરત : કારમાં આવીને ચોરી કરતા ગઠિયાઓનો આતંક, CCTV વીડિયોમાં કેદ થયા હાઇટેક ચોર

સુરત : કારમાં આવીને ચોરી કરતા ગઠિયાઓનો આતંક, CCTV વીડિયોમાં કેદ થયા હાઇટેક ચોર

CCTV વીડિયોમાં કેદ થયેલા થીફ ઑફ સુરત જેમણે 26મી ઑક્ટોબરની રાત્રિએ બે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

દુકાનનું શટર તૂટ્યું ચોર અંદર ગયો પરંતુ ફરસાણની દુકાન નીકળતા નિષ્ફળ ચોરોએ આગળ જઈને મોટો હાથ માર્યો

સુરત : સુરતમાં જાણે કે ચોરોએ પણ દિવાળીની તૈયારી શરૂ કરી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે શહેરમાં એક હાઇટેક ચોર ગેંગનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે જેણે કાપોદ્રા વિસ્તારમાં તરખાટ મચાવ્યો છે. આ ગેંગ ઇનોવા કાર લઈને આવતી હોવાનું વીડિયોમાં જોવા મળ્યું છે. ચોર ગેંગમાં 5-6 જેટલા યુવકો છે જે કાર લઈને આવે છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં ચોરી કરીને રફૂચક્કર થઈ જાય છે. ગઈકાલે રાત્રે આ ગેંગે ચોરીની બે ઘટનાને અંજામ આપ્યો. એક ઘટનામાં તેમના હાથ ખાલી રહ્યા તો બીજામાં એક મોટા શોરૂમમાંથી લાખોની મતાની ચોરી કરી.

બનાવની વિગત એવી છે કે આજે કાપોદ્રા વિસ્તારમાં બે જગ્યાએ ચોરીની ઘટના સામે આવી છે. પ્રથમ ઘટનામાં આ ગેંગ ઇનોવા કાર લઈને આવી હતીઅને ત્યારબાદ એક દુકાનનું શટર ઊંચું કરી અને ચોરીનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો :  સુરત : માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ફરી ધોળેદિવસે ખેલાયો ખૂની ખેલ

જોકે, આ દુકાનમાં તેઓ ચોરી કર્યા વગર અંદરથી બહાર નીકળી અને રવાના થઈ ગયા હતા. પ્રાપ્ત અહેવાલો મુજબ ફરસાણની દુકાન હોવાના કારણે કદાચ તેમને નિરાશા લાગી હશે પરંતુ બીજા બનાવમાં તો ચોરોએ તમામ હદ વટાવી દીધી. આ કાંડ એટલું ગાજ્યું કે સુરત શહેરમાં આજે બપોર પડતાની સાથે સોશિયલ મીડિયામાં આ ચોર પાર્ટીના વીડિયો વાયરલ થવા લાગ્યા



ચોરોએ કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક કન્ઝ્યુમર પ્રોડક્ટસના શોરૂમમાં ચોરી કરી હતી. આ શોરૂમમાં તસ્કર પાર્ટીએ મોટો હાથફેરો કરી લીધો અને ઘડીના છઠ્ઠા ભાગમાં છૂમંતર થઈ ગયા. પ્રાપ્ત અહેવાલ મુજબ ડિજિટલ પ્રોડક્ટસના આ શોરૂમમાં 45 લાખ કરતાં વધુની ચોરી થઈ છે.

આ પણ વાંચો :  સુરત : હીરાના વેપારી પર બંદૂક અને ચાકુની અણીએ જીવલેણે હુમલો, લૂંટના ઇરાદે આવ્યા હતા 4 શખ્સો

જોકે, આ શોરૂમ તો વરાછા પોલીસ સ્ટેશનની સામે જ આવેલો હતો તેવું પણ જાણવા મળ્યું છે ત્યારે ચોરોની આ હિમ્મતે સુરત પોલીસને મોટો પડકાર ફેંક્યો છે. આગામી દિવસોમાં આ ચોર પકડાશે કે વધારે ખાતર પાડશે તે હવે જોવું જ રહ્યું છે ત્યારે સુરતના ચોરોએ પણ 'દિવાળીની ઊજવણી' કરી નાંખી હોય તેવું જણાઈ રહ્યું છે.
Published by:Jay Mishra
First published:

Tags: Surat theft

આગામી સમાચાર