સુરત : નવસારી બજારમાં સામાન્ય ઝઘડામાં બે ભાઇઓ પર ચાકુથી હુમલો, લુખ્ખાગીરી CCTV Videoમાં કેદ

સુરત : નવસારી બજારમાં સામાન્ય ઝઘડામાં બે ભાઇઓ પર ચાકુથી હુમલો, લુખ્ખાગીરી CCTV Videoમાં કેદ
આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતના નવસારી બજારમાં ઘટેલી ઘટના નજીકના ઘરના સીસીટીવીમાં ઝડપાઈ, સામાન્ય વાતચીતમાં યુવકને ચાકુના ઘા ઝીંકી દીધા

  • Share this:
સુરતના નવસારી બજારમાં (Navsari Bajar Surat) ગાડી ઓવર ટેક કરતા ગાડી સ્લીપ મારી જતા મોહલ્લાના લોકોએ સ્લીપ ખાઈ ગયેલ ગાડીના ચાલાક યુવાને માર માર્યો હતો. જોકે આ માર તેને મહલમાં જે યુવાન સાથે ઓવરટેક ને લઈને ઝગડો થયો હતો (Knife attack in Navsari Bajar Surat) તેને માર મારાવાની અદાવત રાખી તેના પર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઇ ગયો હતો. જોકે ઘટના નજીકના સીસીટીવીમાં (CCTV Video) કેદ થઇ જતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પકડી પાડવા ચાલરો ગતિમાન કારિયા છે

બનાવની વિગત એવી છે કે સુરત શહેરની નવસારી બજાર બંબાગેટની ગલીમાં રહેતા 42 વર્ષીય  જીતેન્દ્ર રમેશચંદ્ર રાણા જરીનું  કારખાનું ધરાવે છે.ગતરોજ  સાંજે ચારેક વાગ્યે ઘર પાસે ગાડી ઓવર ટેક કરવા બાબતે પડોશમાં રહેતો ડેનિશ કિશોર પટેલ અને તેનો ભાઈ ઘનશ્યામ ઉર્ફે ધનો સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદતેઓની વચ્ચે  ઝઘડો થયો હતો.જોકે આ મામલે મોહલ્લા લોકોએ ડેનિસ અને તેના ભાઇએન માર માર્યો હતો.આ પણ વાચો :  સુરત : વરાછાના BJP કોર્પોરેટ ભરત મોનાનો દુશ્મન કોણ? ઑફિસની રેકી કરનાર યુવકો CCTVમાં કેદ

જોકે મોહલ્લાના લોકોએ જીતેંદ્રને લઈને તેને માર માર્યો હતો તેવી અદાવત રાખીને ડેનિસ અને તેના ભાઈ દ્વારા જીતેંદ્ર અને તેના ભાઈ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી પગના જાંઘના અને છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. આ જાઇને જીતેન્દ્રïને બચાવવા માટે આવેલા તેના મોટાભાઈ ભરતને પણ છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યા ધાક ધમકી આપી ભાગી છુટયા હતા.ત્યારબાદ ઇજાગ્રસ્ત બંનેભાઇઓ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ બનાવ અંગે અઠવા પોલીસને જાણ થતા પોલીસ કાફલો બનાવ વાળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂકરી છે. જોકે સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં (CCTV) કેદ થઇ જતા પોલીસે આ મામલે સીસીટીવી ની મદદ લઇને આરોપી ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

આ પણ વાચો : સુરત : દયાવાન-સુલતાન ગેંગ વચ્ચે જૂથ અથડામણ, કાર સળગાવી, ચપ્પુના ઘા ઝીંકાયા

સુરતમાં 75 માથાભારે શખ્સોને પાસા

ગુજરાત સરકાર દ્વારા ગુનેગારોને (Government of Gujarat) અકુંશમાં રાખવા માટે કાડયો કડક બનાવવામાં આવ્યો છે, ત્યારે સુરતમાં વધતી જતી ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસે નવા કાયદા હેઠળ એક સાથે 75 લોકોને પાસામાં મોકલીને (PASA To 75 criminals in surat) ગુનેગારોમાં ફફડાટ ફેલાવી નાખ્યો છે. જોકે અલગ અલગ ગુનામાં સંડોવાયેલા લોકોને પાસ એક્ટ (PASA Act) હેઠળ તેમને રાજય ની અલગ લાગે જેલમાં મોકલી આપી શહેરમાં ગુનાખોરી ડામવાનો પ્રયાસ કર્યો છે. જોકે રાજયમાં અને સુરતના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો પગલાંને લઈને ગુનેગારો પોલીસનો ખોફ જોવા મળ્યો છે.

આ પણ વાંચો :  સુરત : કારમાંથી મળ્યો જાણીતા જીમ ટ્રેનરનો મૃતદેહ, નશીલા પદાર્થ અને ઇન્જેક્શન મળી આવતા રહસ્ય ઘેરાયું
Published by:Jay Mishra
First published:October 03, 2020, 17:57 pm

ટૉપ ન્યૂઝ