સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં (Kapodra Surat) આવેલી જાણીતી હીરા કંપનીમાં (Diamond Company) તસ્કરો એ મોડી રાત્રે પોતાનો કસબ અજમાવ્યો હતો. જોકે હીરા જે તિજોરીમાં (Locker)મુક્યા હતા તે તિજોરી ખાલી કરી ફરાર થઈ ગયા હતા. જોકે ચોરી કરવા આવેલ તસ્કરો ડાયમંડ કંપનીના (CCTV video of Dimond theft) સીસીટીવીમાં કેદ થઈ જતા કાપોદ્રા પોલીસે (Surat Police investigation) સીસીટીવીની મદદથી આરોપીનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે.
સુરતમાં કોરોના મહામારી વચ્ચે સૌથી વધુ કફોડી હાલત ડાયમંડ ઉધોગની બની છે. પહેલા કોરોના સંક્રમણ ત્યારબાદ ઉઠમણા અને છેતરપિંડીને લઇને સતત 8 મહિનાથી આ ઉધોગ શરૂ થયો નથી. ત્યારે વધુ એક આફત ડાયમંડ ઉધોગ પર જોવા મળી છે. કારણકે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ કેસરી એક્સપોર્ટ લાખો રૂપિયાનાં હીરા ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. કારણકે અહીંયા લાખોના હીરા કારખાનું બંધ થયા બાદ માલિકો દ્વારા તિજોરીમાં મૂકીને ગયા હતા.
આ પણ વાંચો : સુરત : શહેર-જિલ્લામાં Coronaના કેસનો રાફડો, બપોર સુધીમાં જ નવા 197 કેસ, બે ઝોનમાં ચિંતાજનક સ્થિતિ
ત્યારે ગતરોજ રાત્રી દરમિયાન કોઈ ચોર ઈસમ આ ડાયમંડ કંપનીમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકેલા લાખોના હીરા લઇને ફરાર થઈ જાય છે. જોકે સવારે ડાયમંડ યુનિટ ના માલિકો આવતા સમગ્ર ઘટના ની જાણકારી મળતા દોડતા થઈ ગયા હતા. સીસીટીમાં ચોર દેખાઈ રહ્યા છે. જેઓ માસ્ક પહેરીને આવ્યા છે. એટલે ચોરોને પણ કોરોનાની બીક લાગી રહી છે.
આ પણ વાંચો : સુરત : 'તારે દુકાન ખોલવી હોય તો રૂપિયા આપવા પડશે', વ્યાજખોરોના ત્રાસથી ગેરેજ માલિકનો આપઘાત
જોકે સૌથી પહેલા તેમને પોલીસને જાનકારી આપવા પોલીસ પણ બનાવ વાળી જગીયા પર પોહચી ને તપાસ શરૂ કરી હતી જોકે ડાયમંડ કંપનીના સીસીટીવી ચેક કરતા ચોરી કરનાર ચોર કેમેરા કેદ થઈ જતા પોલીસે સીસીટીવી (CCTV)ના આધારે આ મામલે ગુનો નોંધી આરોપી ને પકડી પાડવા કાપોદ્રા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી બાજુ ચોરીની જાણકારી મળતા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી પણ બનાવ વાળી જગીયા પર દોડી આવ્યા હતા.