સુરત : લીંબાયત પોલીસ મથકથી 200 મીટર દૂર હથિયારો સાથે ઝઘડો, ઘટનાના CCTV સામે આવ્યા

News18 Gujarati
Updated: September 13, 2020, 1:19 PM IST
સુરત : લીંબાયત પોલીસ મથકથી 200 મીટર દૂર હથિયારો સાથે ઝઘડો, ઘટનાના CCTV સામે આવ્યા
લિંબાયતમાં ફરી ખેલાયું શસ્ત્ર ધીંગાણું પોલીસ મથક હતું વેત છેટું

સુરતમાં અસામાજિક તત્વો બેફામ, પોલીસ મથકથી નજીવા અંતરે ખુલ્લેઆમ હથિયારો સાથે ખેલાયો ખેલ

  • Share this:
સુરત શહેરના લીંબાયત (Surat Limbayat) વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનથી 200 મીટર નજીક જાહેરમાં અસામાજિક તત્વો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કેટલાક યુવકોનું ટોળું જાહેરમાં હથિયારો (Fight of Notorious men) સાથે ધસી આવ્યું હતું. આ ઘટનાના વીડિયો (CCTV of Fight) સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.  સુરતનું લીંબાયત જાણે અસામાજિક તતવોનું  હબ બની રહ્યુ છે તેવો માહોલ સર્જાયો છે.  અહીંયા મોટા પ્રમાણ માં અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો રહેતા હોવાને લીધે અહીંયા અનેક અસામાજિક તત્વો ઘાતક હથિયાર સાથે જાહેરમાં તમાશો કરતા હોય છે. ત્યારે 10 દિવસ પહેલા ઘાતક હથિયાર સાતેહ જાહેરમાં તમાશો કરવાની ઘટના નજીકના CCTV કેરળ થવા પામી હતી જોકે સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.


પોલીસના જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા લીંબાયત ના મારુતિ નગરની ઘટના સામે આવી છે. લીંબાયત પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે અસામાજિક તત્વોનો આંતક જોવા મળ્યો હતો.જોકે સામાન્ય બાબતે આ અસામાજિક તત્વોએ ઘાતક હથિયાર સાથે જાહેરમાં હંગામો મચાવ્યો હતો.જોકે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી પણ આ ઘટના નજીકના કેમેરામાં કેસ થતા સમગ્ર ઘટના સીસીટીવી સામે આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આ સામાજિક તત્વો સામે કાયદાકીય રીતે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Published by: Jay Mishra
First published: September 13, 2020, 1:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading