Home /News /south-gujarat /સુરત Live હત્યા Video: હત્યારા અમિતે કર્યો ખુલાસો, 'મને લુખ્ખો કહી તમાચો માર્યો, એટલે પતાવી દીધો'

સુરત Live હત્યા Video: હત્યારા અમિતે કર્યો ખુલાસો, 'મને લુખ્ખો કહી તમાચો માર્યો, એટલે પતાવી દીધો'

સુરતના ચોકબજારમાં યુવકની હત્યા

પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

સુરત : શહેરમાં સતત ગુનાખોરી બધી રહી છે. ત્યારે આજે સમાન્ય બાબતે એક યુવાનને સુરતના વેડરોડ વિસ્તાર બીજા યુવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેના લીધે યુવાન ગંભીર ઇજા થતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવીયો હતો. જ્યાં યુવાનું કરુણ મોત થયું હતુ. જોકે યુવાનની હત્યા જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી જઈને તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાને લઇને પોલીસે ગુણો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલ ભેગો ર્ક્યો છે

સુરત આમતો ગુજરાત જેટલું જ ઝડપી વિકાસ કરી રહ્યું છે, બીજીબાજુ ગુનાખોરી પણ સતત વધી રહી છે. જોકે પોલીસ નિષ્ક્રિય તા પગલે હવે ગુનેગારોમાં પોલીસ અને કાયદાની કોઈ બીક રહી નથી. ત્યારે સતત સુરતમાં સામાન્ય બાબતે હત્યા ઘટના બનતી હોય છે. ત્યારે આજે વધુ એક ઘટના બનવા પામી છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ વેડરોડ ખાતે સાંજ થતા ધમાલ ચકડી મચી હતી. વેડરોડ વિસ્તાર આવેલ પ્રાણનાથ હોસ્પિટલ પાછળ રહેતો અમિત જાળીયા આજ વિસ્તારમાં ત્રિવેણી સોસાયટીમાં રહેતા પરેશ નામના યુવાન સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જોકે પરેશે અમિતને ઠપકો આપ્યો હતો તે વાતનું લાગી આબતા આજે સાથે અમિત ચપ્પુ જેવા હથિયાર સાથે પરેશને મારવા તેની સોસાયટીમાં પોહચી ગયો હતો. જોકે અમિત ચપ્પુ લઇને જતા સોસાયટીના લોકો એકત્ર થઈ ગયા હતા. અને અમિતને સમજવાનો પ્રયાસ કર્યા હતો. પણ અમિત કોઈ બાબતે સમજવા તૈયાર ન હતો અને ચપ્પા સાથે સમગ્ર વિસ્તારમાં ધમાલ ચકડી મચાવી હતી.જોત જોતામાં અમિતે પરેશને ચપ્પુ મારી દેતા પરેશ ગંભીર રીતે ઇજા થઇ હતી. જોકે સ્થાનિક લોકો પરેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે પરેશ તબીબો સારવાર કરે તે પહેલાં તેને દમ તોડી નાખ્યો હતો. જેને લઇને તબીબે મૃત જાહેર કર્યો હતો. જોકે ઘટનાની જાનકરી મળતા બીજી બાજુ પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી ગઈ હતી. તો બીજી બાજુ ચપ્પુના ધા મારી અમિત ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આ પણ વાંચો - સુરત : આ લુંટેરી દલાલથી બચીને રહેજો : લગ્ન કરાવી આપવાના નામે લાખ્ખો ખંખેર્યા

પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બીજી બાજુ પરેશના મોતના સમાચાર સમગ્ર વિસ્તાર ફરી વળતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી. જોકે યુવાની હત્યા લઇને સમગ્ર વિસ્તાર લોકો રોષ ફાટી નીકળે તે પહેલાં આરોપી પકડી પાડવા અલગ અલગ ટિમ બનાવી આરોપી પકડી પડવાની કવાયત હાથ ધરી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો - રાજકોટ : ડોક્ટરની પત્નીએ લવ ગાર્ડનમાં ઝેરી દવા પીધી, સાસુ-સસરાએ માથાભારે પુત્રવધુ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

બપોરના અરસામાં આરોપી પોતાની ઓટો રીક્ષા લઇ ત્રિવૈણી સોસાયટીમાંથી પસાર થતો હતો ત્યારે મરણજનાર પરેશ કૌષ્ટી આરોપીને રૌકી કહેલ કે , લુખો તારે અમારી સોસાયટીમાં આવવાનું નહી તેમ કહી તમાચો મારી દીધો હતો. ત્યાર પછી આરોપી રીક્ષા લઇ ચાલી ગયેલ અને દત્ત મંદિર પાસૈ ઓટો રીક્ષા મુકી પરત ત્રિવેણી સોસાયટીમાં જતો હતો ત્યારે રસ્તા માંથી શાકભાજીની લારી માંથી ચપ્પુ લઇ ત્રિવેણી સોસાયટીમાં જઇ પરેશ કૌટીની લારી પર ઉપરા - છાપરી ચપ્પુના ઘા મારી નાશી ગયો હોવાની કબુલાત કરી હતી.જેના આધારે મહીધરપુરા ટાવર પાસેથી આરોપી નવીન ઉર્ફે જાડીયો રાજેન્દ્રભાઇ સીગવન જાતે મરાઠીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:

Tags: CCTV footage, Live murder, Surat. murder

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन