સુરત : બાઇક ચાલક બ્રિજની રેલીંગ સાથે અથડાઈ ફૂટબોલની જેમ ફંગોળાયો, CCTVમાં અકસ્માત કેદ


Updated: July 14, 2020, 9:36 PM IST
સુરત : બાઇક ચાલક બ્રિજની રેલીંગ સાથે અથડાઈ ફૂટબોલની જેમ ફંગોળાયો, CCTVમાં અકસ્માત કેદ
અકસ્માતના CCTV નિહાળી અને ધ્યાન રાખવા જેવું. લાલબત્તી સમાન કિસ્સો

અશ્વનિકુમાર સરસ્વતી સર્કલથી કતારગામને જોડતા પ્રમુખ સ્વામી બ્રિજ પરથી નીચે ઉતરતા બાઈક ચાલકનો અકસ્માત સર્જાયો

  • Share this:
સુરત : સુરત (Surat) શહેરમાં દિનપ્રતિદિન અકસ્માતો વધી રહ્યા છે. બેકાબૂ ચાલકો પોતાની સાથે અન્ય રાહદારીઓનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે ત્યારે આજે વધુ એક અકસ્માતના CCTV ફૂટેજ (CCTV Footage of Accident) સામે આવ્યા છે. આ અકસ્માત શહેરના અશ્વનિકુમાર સરસ્વતી સર્કલથી કતારગામને જોડતા પ્રમુખ સ્વામી બ્રિજ (Pramukh swami bridge) પરથી નીચે ઉતરતા બાઈક ચાલકનો એક્સિન્ટ સર્જાયો છે. જેમાં બાઈક ચાલક સ્પીડમાં હોવાથી સીધો જ રેલિંગ સાથે અથડાઈ ફંગોળાઈને પડે છે. અકસ્માતની ગંભીરતા કરતાં વધારે આ આ વીડિયો વાહનચાલકો માટે ચેતવણીરૂપ છે કે ચોમાસની ઋતુમાં રસ્તા ભીના હોય ત્યારે ઝડપની મજા મોતની સજા બની શકે છે.

જોખમી રેલિંગ : સુરતના પ્રમુખ સ્વામી બ્રિજ પરથી નીચે ઉતરવાના ઠેકાણે આ પ્રકારે રાખવામાં આવેલી રેલિંગ પણ જોખમી છે.  આ અકસ્મતામાં ચાલકનો બચાવ થયો છે પરંતુ અહેવાલો મુજબ બ્રિજના છેડે આવેલું સર્કલ રિડવેલપ કરવાનું હોવા છતાં બે વર્ષથી કામ ટલ્લે ચડેલું છે.
સુરતમાં અવારનનવાર આ પ્રકારે આ જ વિસ્તારોમાં અકસ્માતો થતા હોવાની ચર્ચા થઈ રહી છે. દરમિયાન આ વીડિયો સ્થાનિક વિસ્તારના CCTVમાં કેદ થયો હતો. જેમાં ફૂટબોલની જેમ ફંગોળાઈને રેલિંગ વટાવીને બીજી સાઇડ ઘા થયેલો ચાલક જોવા મળે છે.

આ પણ વાંચો :   અમદાવાદ : છાતીના ભાગમાં 30 ઘન સેમી જેટલી કેન્સરની ગાંઠ હતી, સિવિલે ટ્યૂમર કાઢી આપ્યું નવજીવનઅણધડ આયોજનના અભાવે આ પ્રકારે અકસ્માતોમાં ધકેલાતા ચાલકોને બચાવવા માટે વહીવટી દૂરંદેશી અને ટ્રાફિક શાખા સાથે તાલમેલનો અભાવ હોવાની પણ વિગતો સપાટી પર આવી છે. જોકે, આ સીસીટીવી અને અકસ્માત નિહાળ્યા બાદ સત્તાધીશોની ઉંઘ ઉડે અને આ સ્થળેથી બેરિકેડ દૂર કરી અને યોગ્ય આયોજન કરવામાં આવે છે કે નહીં તે તો હવે જોવું જ રહ્યું

આ પણ વાંચો :  સુરત કોરોનાના અજગર ભરડામાં, 24 કલાકમાં વધુ 291ને Corona ચોંટ્યો, કતારગામ ઝોનના કેસમાં સતત વધારો
Published by: Jay Mishra
First published: July 14, 2020, 9:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading